તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદરવામાં આવેલ નવિન પહેલ સરાહનિય

Contact News Publisher

ઉચ્છલના નારણપુર આંગણવાડી ખાતે શાળા અને આંગણવાડી પ્રવેશોત્સવ નાચી ગાઇને મનાવાયો: સાજ-શણગાર યુક્ત બળદગાળામાં બેસાડી ઢોલ નગારા સાથે ગ્રામજનો રેલી કાઢી આંગણવાડી સુધી મુકવા આવ્યા
………………
તાપી જિલ્લામાં કૂલ- 810 કુમાર અને 798 કન્યાઓ મળી કૂલ- 1608 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો
………………
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) તા.26: સમગ્ર રાજ્યમાં તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલાને જે-તે જિલ્લાઓ અવનવી રીત ઉજવી રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં આ વર્ષનો આંગણવાડી અને શાળા પ્રવેશોત્સવને અધિકારીશ્રીઓએ બાળકો માટે એક નવલુ નજરાણુ સમાન બન્યો હતો.
પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં કૂલ- 810 કુમાર અને 798 કન્યાઓ મળી કૂલ- 1608 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ભૂલકાઓ માટે આ દિવસ યાદગાર બની રહે તે માટે વિવિધ જગ્યાએ તેઓનું સ્વાગત અવનવી રીતે કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્છલ તાલુકાના નારણપુર આંગણવાડી અને પ્રાથમિક શાળા ખાતે કૂલ-67 બાળકોને સાજ-શણગાર યુક્ત બળદગાળામાં બેસાડી ઢોલ નગારા સાથે ગ્રામજનો એ રેલી કાઢી આંગણવાડી સુધી મુકવા માટે આવ્યા હતા. આ ઉપરાંત પ્રવેશ પહેલા બાળકો સાથે સૌ અધિકારી, પદાધિકારી આંગણવાડીની બહેનો અને વાલીઓ સંગીતના તાલે નાચી ઝુમીને પ્રવેશ કરાવ્યો હતો.
શાળા કે આંગણવાડીના પ્રથમ દિવસ જ્યારે વાલીઓ બાળકોને મુકવા આવતા હોય છે ત્યારે બાળકો સામાન્ય રીતે ગભરાઇને અને રડીને આવતા હોય છે. આ દિવસે રડવાની જગ્યાએ નાચી ગાઇને આ પળને જીવનભર યાદ રાખવા માટે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદરવામાં આવેલ આ નવિન પહેલ સરાહનિય છે.
000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other