સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા ઇંદુ ગામે વિનામૂલ્યે જનરલ સારવાર, સર્જીકલને લગતી સારવાર તેમજ સ્ત્રી રોગોની તપાસના કેમ્પનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે આવેલી સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ વ્યારા અને હોમિયોપેથીક મેડીકલ એસોસિએશન વ્યારા યુનિટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયુષ મંત્રાલય ( ભારત સરકાર ) અને નેશનલ કમીશન ફોર હોમિયોપેથી ( નવી દિલ્હી ) ના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે જનરલ સારવાર , સર્જીકલને લગતી સારવાર તેમજ સ્ત્રી રોગોની તપાસના કેમ્પનું આયોજન તા .૨૫ / ૦૬ / ૨૦૨૨ , શનિવાર ના રોજ વ્યારાના ઈન્દુ ગામ ખાતે કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં ઈન્દુ ગામ ના સરપંચ- શ્રીમતિ સુનિતાબેન એસ . ગામીત , દૂધ મંડળી પ્રમુખ- શ્રી ગમનભાઈ સી . ગામીત અને દૂધ મંડળી મંત્રી- શ્રી ચેતનભાઈ બી ગામીત ના હસ્તે દીપ પ્રાગ્ટય કરીને જાહેર જનતા માટે કેમ્પનો શુભાંરભ કરવામાં આવ્યો હતો . આ કેમ્પમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી તાપી જીલ્લા વ્યારા શાખાના ચેરમેન તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ એન . ભટ્ટ એ ઈન્ડીયન રેડક્રોસ દ્વારા અને કાળીદાસ હોસ્પિટલ , વ્યારા ના સહયોગથી તમામ દર્દીઓ તેમજ જરૂરીયાતમંદ ગ્રામજનોને ઉપહાર સ્વરૂપે “ સ્વચ્છતા કીટ ” સાથે મહિલાઓને સેનેટરી નેપકીનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો . આ કેમ્પમાં સર્જન- ડૉ . નરેન્દ્રભાઈ દેસાઈ અને ગાયનેકોલોજીસ્ટ- ડૉ . ગીતાબેન દેસાઈ એ સેવા આપી હતી . આ કેમ્પનું સંપૂર્ણ આયોજન માનદ ડીરેકટર ડૉ.અજયભાઈ દેસાઈ તેમજ કોલેજના પ્રિન્સીપાલ ડૉ . જયોતિ રાવ ના માર્ગદર્શન હેઠળ ડૉ . વૈશાલી ચૌધરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ . આ સમગ્ર કેમ્પની વ્યવસ્થા શ્રી દક્ષેશભાઈ શાહ તથા શ્રી હારીશભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other