તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સહિત SMC-સ્કુલ મેનેજમેન્ટ કમીટી સાથે બેઠક યોજી કમીટીને પ્રેરિત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
“સ્માર્ટ સંકુલના અભિગમ સાથે સ્માર્ટ બાળકો” તૈયાર કરવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા
……………………
આવતા વર્ષ સુધીમાં શાળાને ગ્રીન વન ગ્રેડમાં લાવવા સમગ્ર શાળા પરિવાર સહિત SMC કમીટીના સભ્યો ડી.ડી.ઓશ્રી સમક્ષ સંકલ્પબધ્ધ થયા
…………………….
વધુમાં વધુ બાળકો એકલવ્ય મોડેલ સ્કુલ, નવોદય વિદ્યાલય અને કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં પ્રવેશ મેળવે તે માટે વિશેષ પગલા લેવામાં આવશે:
…………………….
(માહિતી બ્યુરો, વ્યારા- તાપી) તા: ૨૩: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૦૩થી સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવાના શરૂ થયેલા અભિયાન એટલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ આજથી રાજ્યભરમાં ત્રિદિવસીય પ્રવેશોત્સવ નો પ્રારંભ શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાએથી વરિષ્ઠ સચિવશ્રીઓ સહિતના ઉચ્ચાધિકારીઓ, મંત્રીશ્રીઓ, સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સિનિયર ઓફિસરો, ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લા/ તાલુકા પંચાયતના સદસ્યો, ચેરમેનશ્રીઓ વિગેરે ગ્રામીણ શાળાઓની મુલાકાત લઇ નવા બાળકોને ધોરણ-૧ મા પ્રવેશ આપવાની સાથે, શાળાકીય શિક્ષણ, સુવિધાઓની ગુણવત્તાની પણ ચકાસણી હાથ ધરવામાં આવેલ છે.
જે અન્વયે મહાનુભાવો દ્વારા શાળા પરિસર મુલાકાત તથા SMC- સ્કુલ મેનેજમેન્ટ કમીટી સાથે બેઠક પણ યોજવામાં આવી રહી છે. તાપી જિલ્લામાં ભાનાવાડી, કંસારીયા ભાનાવાડી અને લોટરવા પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ’ અને કન્યા કેળવણી કાર્યક્રમ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને SMC-સ્કુલ મેનેજમેન્ટ કમીટી સાથે બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે ડી.ડી.ઓશ્રીએ કમિટીના સભ્યોને સંબોધતા જ્ણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ મોડેલ જે અન્ય રાજ્યો અપનાવી રહ્યા છે તે છે “એકલવ્ય મોડેલ સ્કુલ”. આ વર્ષે આપણા જિલ્લામાંથી ૩૪૮ બાળકો એકલવ્ય મોડેલ સ્કુલ માટે પસંદગી પામી જિલ્લો સમગ્ર રાજ્યમા બીજા ક્રમે આવ્યો છે. જે આપણા સૌ માટે ગર્વની બાબત છે. ગુજરાતને આગળ લાવવાની જવાબદારી તમામ નાગરીકોની છે એમ કહી તેમણે શિક્ષક પરીવારને સ્માર્ટ સંકુલના અભિગમની સાથે-સાથે સ્માર્ટ બાળકો તૈયાર કરવાનો ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે પોતાની શાળાના વધુમાં વધુ બાળકો એકલવ્ય મોડેલ સ્કુલ, નવોદય વિદ્યાલય અને કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલયમાં પ્રવેશ મેળવે તે માટે સજાગ પગલા લેવા પ્રેરિત કર્યા હતા. જેમાં તેમણે રજા અને શનિ-રવિવારે એક્ટ્રા કોચીંગ, ગામના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, બુક્સ, સ્ટેશનરી અને માતાપિતાને માર્ગદર્શન આપવા અંગે જરૂરી સુચનો કર્યા હતા.
આ ઉપરાંત તાપી જિલ્લાની શાળાઓ ગ્રીન-2 ગ્રેડ માંથી ગ્રીન-1 ગ્રેડમાં આવે તે માટે શિક્ષકો અને કમીટીના સભ્યોને ખાસ અનુરોધ કર્યો હતો. જેમાં શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ૯૦ થી ૧૦૦ ટકા હાજરી, ભૌતિક સુવિધા, શાળાના સંસાધનો, તેનો બાળકો દ્વારા ઉપયોગ, તથા સહઅભ્યાસિક બાબતો જેવા વિવિધ પાસાંઓ સુનિશ્વિત કરવામાં આવતા હોય છે. જેના માટે તમામ એક્ટીવતી ભાગ લઇ પોતાની શાળા માટે સેવાભાવનાથી કામગીરી કરવા સંબોધન કર્યું હતું. અંતે તેમણે શિક્ષકનો વ્યવસાય દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યવસાય છે એમ કહી પોતાની જવાબદારી અદા કરી વિદ્યાર્થીઓના જીવનને નવો ઓપ આપવા સૌને પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે શાળા પરીવાર સહિત કમીટીના સભ્યોએ ડી.ડી.ઓશ્રીની તમામ બાબતોની નોંધ લઇ વિવિધ પાંસાઓ ઉપર કાર્ય કરવા સંમતી દર્શાવી હતી. શાળામાં શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવાની સાથે વધુમાં વધુ બાળકો એકલવ્ય મોડેલ સ્કુલ, નવોદય વિદ્યાલય, અને કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં પ્રવેશ મેળવે તે માટે સજાગ પ્રયાસો હાથ ધરવા અને તે મુજબનું સુદ્રઢ આયોજન કરવા અંગે ડી.ડી.ઓશ્રી સમક્ષ કટીબધ્ધ થયા હતા. આ ઉપરાંત આવતા વર્ષ સુધીમાં શાળાને ગ્રીન વન ગ્રેડમાં લાવવા સમગ્ર શાળા પરિવાર સહિત SMC કમીટીના સભ્યો ડી.ડી.ઓશ્રી સમક્ષ સંકલ્પબધ્ધ થયા હતા.
*બોક્સ-1*
*અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં ૧૯૯૦-૯૧માં જે ડ્રોપ આઉટ રેઈટ 30.35 ટકા જેટલો ઊંચો હતો તે ઘટીને ૨૦૨૧-૨૨માં 4.61 ટકા જેટલો નીચો આવી ગયો છે. કન્યાઓનો નામાંકન દર વર્ષ-૨૦૦૪-૦૫માં 89,12 ટકા હતો જે વધીને વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦૦ ટકા થયેલ છે. એટલું જ નહિ, ૨૦૦૪-૦૫માં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 85.44 ટકા હતો તે વધીને ૨૦-૨૧-૨૨માં ૯૫.૧૨ ટકા ઉંચો ગયો છે. વર્ષ ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં 2009 વર્ગખંડોનું બાંધકામ કરવામાં આવ્યું. આર.ટી.ઇ.એક્ટ હેઠળ ત્રીજા રાઉન્ડના અંતે વર્ષ-૨૦૨૨માં વંચિત જુથના ફુલ- 289 વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ અને શૈક્ષણિક સાધન સામગ્રીની સહાય મેળવી છે. તાપી જિલ્લામાં સ્કુલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાની કુલ- 84 શાળાઓનો વિકાસ થયો છે. જિલ્લામાં કુલ- 8 કસ્તુરબા ગાંધી વિદ્યાલય છે જેમાં કુલ- 693 કન્યાઓ લાભ લઈ રહી છે. તથા તાપી જિલ્લામા કુલ-૨૬૦૨ વિધાર્થીઓને ટ્રાંસ્પોટેશની સુવિધા આપવામા આવનાર છે.*
બેઠકમાં ચર્ચા દરમિયાન કમીટીના સભ્યોએ પોતાની શાળામાં જે-તે ખુટતી સુવિધાઓમાં લોટરવા પ્રા.શાળા ખાતે ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા વધારવા તથા ભાનાવાડી પ્રા.શાળા ખાતે રમત ગમતના સાધનો અંગે ડી.ડી.ઓશ્રીને અવગત કર્યા હતા. જેની ડી.ડી.ઓશ્રીએ નોંધ લઇ ટુંક સમયમાં કાર્યવાહી હાથ ધરવાની ખાત્રી આપી હતી. બેઠકમાં બાળકોના નામાંકનની સમિક્ષા, લર્નિંગ લોસ માટે સમયદાન, 100% વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીની સમિક્ષા, ગુણોત્સવ 2.0 દ્વારા થયેલ મૂલ્યાંકન, શાળાઓની ભૌતિક સુવિધાઓની સમિક્ષા,- G-SJhula ના ઉપયોગથી વિદ્યાર્થીઓને અભ્યાસ થયેલ લાભ અંગે, શાળામાં થયેલ શિક્ષણ અંગેની વિશિષ્ટ કામગીરી અંગે તથા કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન / ઓફલાઇન કામગીરીની સમિક્ષા અને એકમ-કસોટી અને સંત્રાત પરીક્ષાઓ વગેરે અંગે ચર્ચા કરી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦