સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :   દર વર્ષની જેમ આ વર્ષે પણ સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર , વ્યારા અને HMAI Vyara Unit દ્વારા ૨૧ મી જુન ર ૦ ર ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જે નિમિત્તે કોલેજના યોગા સેન્ટર ખાતે પૂર્વ તૈયારી સ્વરૂપે યોગ સપ્તાહનો આરંભ તા .૧૩ / ૦૬ / ૨૦૨૨ થી કરવામાં આવ્યો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફમિત્રોએ ભાગ લીધો હતો તથા આ ઉજવણીના ભાગરૂપે તા .૨૦ / ૦૬ / ૨૦૨૨ ના રોજ કોલેજમાં “ યોગા સ્લોગન સ્પર્ધા ” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના બધાજ વર્ષના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો . જૈમાં ત્રણ વિદ્યાર્થીઓને વિજેતા તથા બે વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ આપવામાં આવ્યા હતા અને તા .૨૧ / ૦૬ / ૨૦ ર ના રોજ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલેજના યોગ શિક્ષક ડૉ . પિયુષ પંડયા તથા તેમની ટીમ દ્વારા કોલેજના તમામ વિદ્યાર્થીમિત્રો તથા તમામ સ્ટાફમિત્રો માટે યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો . કાર્યક્રમને અંતે સ્લોગન સ્પર્ધાના તમામ સ્પર્ધક વિદ્યાર્થીઓને ઈનામ તથા પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય શ્રીમતી ડૉ . જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ . ઘણી ગવળા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું . વિજેતા વિદ્યાર્થીઓની સૂચી પ્રથમ ક્રમ- ચિત્રાંગી પટેલ તૃતિયવર્ષ બી.એચ.એમ.એસ., દ્વિતીય ક્રમ- દેવાંગી લિંબાડીયા દ્વિતીયર્ષ બી.એચ.એમ.એસ., તૃતિય ક્રમ- કિંજલ ક્લસારીયા પ્રથમવર્ષ બી.એચ.એમ.એસ., આશ્વાસન ઈનામ  ( ૧ ) જાન્વા પટેલ ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ. ( ર ) વિનીત કાપડી તૃતિયવર્ષ બી.એચ.એમ.એસ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other