કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વઘઈ ખાતે “વિશ્વ યોગ” દિવસની ઉજવણી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેનો ઉદભવ ભારતમાં થયો છે. યુનેસ્કોએ ૨૧ જૂનને ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેમાં પી.એમ. મોદીજીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ વિશ્વભરમાં યોગ દિવસ માનવાનું આહવાન કર્યું હતું. જેના ભાગ રૂપે તારીખ ૨૧ જુન ૨૦૨૨ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ.વઘઈ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત વરિષ્ટ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે.બી.ડોબરીયા સાહેબે અલગ-અલગ પ્રકારના યોગાસનો જેવા કે સૂર્યનમસ્કાર, અનુલોમ-વિલોમ વગેરે કરાવ્યા હતા તથા આ પ્રસંગે વૈજ્ઞાનિક (પાકસંરક્ષણ) બીપીન એમ. વહુનીયાએ યોગ દિવસની ઉજવણીના ઈતિહાસ વિષે જણાવ્યું હતું અને ડૉ.પ્રતિક જાવિયા (પાક ઉત્પાદક) એ યોગ કરવાથી થતા ફાયદા અને તેનું મહત્વ સમજાવ્યું હતું.
આ ઉજવણીમાં ૨૧ વિદ્યાર્થીઓ ૧૧ ખેડૂતો તેમજ ૧૪ કે.વી.કે.ના સ્ટાફ મિત્રોએ તેમ કુલ ૪૬લોકોએ આ યોગ દિવસમાં ભાગ લીધો હતો. કે.વી.કે. ન.કૃ.યુ. વઘી(ડાંગ)ની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળ બન્યો હતો.