વ્યારાની માર્કેટ યાર્ડ શોપિંગનાં વેપારી અને ખેડૂતો દુર્ગંધ મારતાં કચરાથી ત્રાહિમામ : કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વ્યારા  માર્કેટ યાર્ડની અંદર દુકાનો આવેલ છે. જેમાં અલગ અલગ વ્યવસાયો થકી ગુજરાન ચલાવતા વેપારીઓએ કલેકટર તાપીને લેખિત ફરિયાદ કરી જણાવ્યુ છે કે,અકા માર્કેટ યાર્ડની અંદર દુકાન નં . બી / ૨૪ ની બાજુમાં માર્કેટ યાર્ડના સફાઈ કામદાર કર્મચારીઓ , તથા માર્કેટ યાર્ડની હદમાં આવેલ શેરડીના કોલાવાળાઓ શેરડીનો કચરો નગર પાલિકાએ બનાવેલ ગટર લાઈનની બાજુમાં માર્કેટનો કચરો જેમકે ( બગડેલું અનાજ , લીલી બગડેલી શાકભાજી , માર્કેટ યાર્ડનો કચરો , પોલીથીનની કોથળી તેમજ અન્ય કચરો ) દરરોજ સવારે ૭-૩૦ના અરસામાં નાંખે છે અને રાળગાવે છે . જેથી દુકાન નં . બી / ૨૪ થી લઈને બી / ૧૮ સુધીની દુકાનોમાં ધુમાડો આવે છે જેને લીધે હમોને ધુમાડાથી પરેશાની થાય છે . તેમજ આ કચારો સવારથી સાંજ સુધી બળ્યા કરે છે . આ કચરો બાળવાથી આખો દિવસ ઉપર જણાવેલ દુકાનોમાં ધુમાડાની દુર્ગંધ આવે છે . અને ધારકોને તથા હમો દુકાનદારોને શારિરીક તકલીફો અને સ્વાસ્થ્યને તકલીફ પડે છે . જેમકે આંખમાંથી પાણી પડતાં રહેવું , ખાંસી ઉધરસ થતાં રહે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે . વધુમાં માર્કેટ યાર્ડમાંથી પાકો રસ્તો પણ પસાર થાય છે જેમાં શાકભાજી આપવા આવતા ખેડૂતો અને વાહનોની અવર – જવર પણ રહે છે જેઓને પણ આ ધુમાડાની અસર થાય છે.

માર્કેટ યાર્ડના કર્મચારીઓને મૌખિક રજુઆત કરીએ છીએ તો કહે છે કે , આજ પછી આવું નહિ થાય પરંતુ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી . સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ ‘ સ્વચ્છ ભારત અભિયાન”નું અહિં ઉલ્લંઘન થઈ રહયું છે. આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવી અમને બિમારીથી મુકત કરવા કલેક્ટર તાપીને નમ્ર વિનંતી કરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other