સોનગઢ તાલુકામાં પહેલીવાર બુધવાડા ગામે આદિવાસી લોકોએ હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાની સ્થાપના કરી આદિવાસી દેવી દેવાણી માતાના તાલે ઝૂમી ઉઠ્યા
આજે સોનગઢ તાલુકાના બોરદાના પહાડોમાં આવેલ તાપી નદીના કિનારે વસેલું બુધવાડા ગામમાં પહેલી વાર ગ્રામ દેવતા હનુમાનજી મહારાજની સ્થાપના રાષ્ટ્રીય જનજાતિ મંચ તાપી જિલ્લાના અધ્યક્ષ પ્રદીપ કુમાર વસાવા, ભાથીજી સેવા સંઘના મંત્રી દિલીપભાઈ વસાવાની આગેવાની હેઠળ કરવામાં આવી,આજદિન સુધી આ ગામમાં એક પણ આદિવાસી તહેવારો ગ્રામ દેવતા,ચૌરી અમાસ, હોળી, ગણેશ ઉત્સવ,નંદુરીયો દેવ,રીતિ રિવાજો કે સનાતન સંસ્કૃતિ ઉજવવામાં આવ્યા નથી,આજે પહેલીવાર બુધવાડા ગામે ગ્રામ દેવતા હનુમાનજી મહારાજનું મંદિર બનાવી શોભાયાત્રા શેરીએ શેરી ફરી પોત પોતાના ઘરોમાંથી આરતી, પૂજા કરી મંદિર પાસે આવી આદિવાસી કુળદેવી ની શક્તિ સ્વરૂપ દેવાણી માતાના તાલે ઝૂમી ઉઠ્યા,ગ્રામ દેવતાની સ્થાપના કરી ગ્રામ દેવતાનું નવું નામકરણ શ્રી દેવાણી હનુમાનજી મહારાજ નામ આપ્યું.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવા આગેવાન નરેશભાઈ વસાવા, પૂજારી,મેહુલભાઈ વસાવા, જલમસિંગભાઈ વસાવા, અને માતા બહેનો યુવાનો મોટી સંખ્યામાં જોડાય ખૂબ જ આનંદપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.
……………………
સોનગઢના બુધવાડા ગામે પહેલીવાર આદિવાસી ગ્રામ દેવતા સીમાડા દેવ હનુમાનજી મહારાજની શોભાયાત્રા આખા ગામમાં ફેરવી સ્થાપના કરી 6 ખ્રિસ્તી પરિવારો જેમાં બાળકો સહીત 35 જેટલા આદિમ જૂથ ના લોકોએ ઘરવાપસી કરી પોતાના મૂળ રીતિ રિવાજો, આદિવાસી સંસ્કૃતિમાં પાછા ફર્યા,ગ્રામજનોમાં આનંદની લાગણી સાથે ઉત્સવ ઉજવી આદિવાસી દેવી દેવાણી માતાના તાલે ઝૂમી ઉઠ્યા
……………….
( રાષ્ટ્રીય જનજાતિ મંચ તાપી જિલ્લાના અધ્યક્ષ પ્રદીપ કુમાર વસાવા દ્વારા મળેલ માહિતી )