વ્યારા નગરનાં રાયકવાડ સ્ટ્રીટ ખાતે બંધ ઘરનું તાળુ તોડી છ લાખ સિત્તેર હજારની ચોરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ચોરીનાં ગુનાની વિગત એવી છે કે, વ્યારા નગરનાં રાયકવાડ સ્ટ્રીટ સ્થિત હિતેષ કાયસ્થનાં ત્યા ગઇ તા .૧૭ / ૦૬ / ૨૦૨૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના સમયે હિતેષ કાયસ્થ તથા તેમની પત્ની ધરાબેન તથા મમ્મી તથા બન્ને છોકરીઓ તથા છોકરો તથા ભાઇ મનિષભાઇના છોકરા આયુષ ના સાથે રીટ્સ ફોરવ્હીલ ગાડી નં . GJ – 26 – A – 3145 ની લઇને શિરડી ખાતે દર્શન કરવા જવા નીકળી ગયેલ હતા , અને તેઓ તા .૧૮ / ૦૬ / ૨૦૨૨ ના રોજ મળસ્કે સવા ચારેક વાગ્યાના અરસામાં શિરડી પહોંચી ગયેલા હતા , અને ત્યાં દર્શન કરી શનિદેવ જવા નીકળેલા અને સવારના દસેક વાગ્યાના અરસામાં શનિદેવ પહોંચેલા હતા , અને ત્યાં દર્શન કરી નાશિક પંચવટી ખાતે દર્શન કરવા જવા નીકળેલા હતા , અને તેઓ રસ્તામાં હતા તે દરમ્યાન સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોબાઇલ ફોન ઉપર તેમના ચૈતાલીભાભીનો મોબાઇલ ફોન આવેલો અને કહેલ કે , સુરત તેમના પિતરાઇ ભાઇના છોકરાને ત્યા શ્રીમતનો કાર્યક્રમ છે જેથી તેઓ મનિષ સાથે સુરત જઇએ છે અને ઘરની ચાવી હિરેનભાઇને ત્યાં આપી જઇએ છે તેવુ કહેલ હતું , ત્યાર બાદ તેઓ પાંચેક વાગ્યાના અરસામાં નાશિક પંચવટી ખાતે પહોંચેલા અને ત્યાં દર્શન કરી સપ્તશૃંગી જઇ નાઇટ રોકાયેલા અને આજરોજ તા .૧૯ / ૦૬ / ૨૦૨૨ ના રોજ સવારના છએક વાગ્યાના અરસામાં સપ્તશૃંગી દર્શન કરવા ગયેલા અને દર્શન કરી નીચે ઉતરેલા ત્યારે પોણા નવેક વાગ્યાના અરસામાં હિતેષ કાયસ્થના મોબાઇલ ફોન ઉપર તેમના કાકા દિલીપભાઇ ચીમનભાઇ કાયસ્થનો મોબાઇલ ફોન આવેલો અને કહેલ કે , તમારા ઘરનુ તાળુ તુટેલ અને દરવાજો ખુલ્લો છે અને ઘરમા મુકેલ કબાટી પણ ખુલ્લા છે અને કબાટમાનો સર સામાન વેરવિખેર પડેલો છે ઘરમાં ચોરી થયેલ છે. કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધન વડે ઘરના મુખ્ય દરવાજાને મારેલ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ત્રીજા રૂમમા મુકેલ ચારેય કબાટો તોડી કબાટોમાં મુકેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ. ૨,૧૮,૦૦૦ / – તથા રોકડા રૂપિયા ૪,૫૧,૦૦૦ / – મળી કુલ કિંમત રૂપિયા ૬,૬૯,૦૦૦ / – નો મુદામાલની ચોરી કરી ભાગી છૂટતા જે અંગે હિતેષ કાયસ્થએ વ્યારા પોલીસમાં ફરિયાદ કરતાં આ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. આ ગુનાની આગળની તપાસ પોલીસ કરી રહિ છે.