ત્રણ – ત્રણ આંદોલન છતાં આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો ન ઉકેલાતા રોષ : તાપી સહિત રાજયભરમાં ઘરણા

Contact News Publisher

વિરોધ કાર્યક્રમના ભાગરૂપે તાપી સેવા સદન ખાતે ૪૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા રાજયના ૩૦,૦૦૦ કરતા વધારે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ત્રણ – ત્રણ આંદોલન કરવા છતાં સમાધાન મુજબ એક પણ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી . જેથી તાપી સહિત રાજયના ૩૩ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓમાં રોષ ભભુકી ઉઠતા રાજય આરોગ્ય સંઘના આદેશ મુજબ આજે તાપી જિલ્લામાં ૪૦૦ કરતા વધારે આરોગ્ય કર્મચારીઓએ વિરોધ પ્રદર્શિત કરી ધરણા યોજયા હતા . રાજયભરના પંચાયત સેવા હેઠળના ગ્રામ્ય વિસ્તારમાં પ્રા.આ.કેન્દ્રોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ફેબ્રુઆરી -૧૯ , ડિસેમ્બર -૧૯ અને જાન્યુઆરી -૨૦૨૧ એમ ત્રણ ત્રણ આંદોલન વખતે થયેલ સમાધાન મુજબ નક્કર કાર્યવાહી કરી ઠરાવ બહાર પાડવામાં આવેલ નથી . જેથી આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ કર્મીઓ ૨૮-૦૩-૨૦૨૨ થી ફરજ બજાવી રહયા છે . પરંતુ ઓનલાઈન , ઓફ લાઈન , રિપોટીંગ કરતા ન હોવાના કારણે આરોગ્યમાં પ્રગતિશીલ ગુજરાત નીતિ આયોગના ઈન્ડીકેટરમાં નીચલા હરોળમાં આવી જવાની શકયતા છે . જેથી આરોગ્ય વિભાગ ભીસમાં મુકાતા વિડંબણામાં મુકાઈ છે . હવે આરોગ્ય કર્મીઓ ૨૭ મી જુન , ૩૦ મી જુન , ૪ થી જુલાઈએ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શિત કરી રાજય સરકારને ઘેરવા આદેશો બહાર પાડેલ છે . જો કે આનાથી નકકર પરિણામ ના આવે તો ૪ થી જુલાઈ બાદ અચોકકસ મુદ્દતની હડતાળમાં આ આંદોલન ફેરવાય જશે તેવું ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના મુખ્ય કન્વીનર સુરેશભાઈ ગામીત , મહામંત્રી વી.પી.જાડેજા , પ્રમુખ કિરિટસિંહ ચાવડાએ જણાવેલ છે.

મુખ્ય માંગણીઓની યાદી

( ૧ ) પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની જગ્યાઓ અપ – ગ્રેડ કરી મ.પ.હે.વ , ફિ.હે.વ , ( ૨૮૦૦ ) અને મ.પ.હે.સુ , ફિ.હે.સુ , સ્ટાફ નર્સના ગ્રેડ – પે સુધારવા બાબત . ( ૨ ) પંચાયત સેવાના ફાર્માસીસ્ટ A.I.C.T.E. મુજબ ટેકનીકલ કેડર હોઈ હાલના આર.આર. મુજબ છઠ્ઠા પગાર પંચ મુજબનો ૪૨૦૦ નો ગ્રેડ – પે આપવા બાબત . ( ૩ ) આરોગ્યના મેડીકલ પ્રભાગના લેબ.ટેકના આર.ઓ.પી. ૧૯૮૭ થી પગાર પંચ મુજબ ૧૪૦૦-૨૩૦૦ના બદલે ૧૪૦૦-૨૬૦૦નું પગાર ધોરણ સુધારવામાં આવેલ છે . જે મુજબ પંચાયત સેવાના લેબટેકને મળવા બાબત . ( ૪ ) આરોગ્ય કર્મચારીઓને ૮ કિ.મી. નીચેની ફેરણીનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા . ૨૭-૧૨-૨૦૦૦ના ઠરાવ મુજબ ક્ષેત્રીય ભથ્થું આપવા બાબત . ( ૫ ) આરોગ્ય કર્મચારીઓએ જાહેર રજા તથા રવિવારના દિવસે બજાવેલ ફરજનો પગાર અથવા કોરોના વોરિયંસ તરીકેનું ભથ્થું આપવા બાબત.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other