જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

Contact News Publisher

“અન્ન વિતરણની બાબતમાં તાપી જિલ્લો રાજ્યકક્ષાએ પ્રથમ ત્રણ જિલ્લાઓમાં”: જિલ્લા કલેકટર એચ.કે. વઢવાણિયા
……………….

માહિતી બ્યુરો, વ્યારા-તાપી ૧૮: તાપી જિલ્લા પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર ચેમ્બરમાં યોજાઇ હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, વ્યાજબી ભાવની દુકાન પર આધાર આધારીત વિતરણ વ્યવસ્થા હેઠળ તાપી જિલ્લામાં એન.એફ.એસ.એ યોજના અંતર્ગત ૯૭.૫૦ ટકા તેમજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૯૬.૬૦ ટકા રેશનકાર્ડ ધારકોને જિલ્લાને તમામ વ્યાજબી ભાવની દુકાન ખાતેથી વિતરણ કરવામાં આવ્યું છે તે ખુબ સારી બાબત છે. આ આંક મેઇન્ટેન રહે અને ૧૦૦ ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે સાયલન્ટ થયેલા રેશનકાર્ડના ઉપર યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સુચનો કર્યા હતા. કલેક્ટરશ્રીએ હાલ શાળાઓ શરૂ થતા મધ્યાહન ભોજન યોજના માટે જરૂરી જથ્થો જે-તે શાળાઓ ખાતે પહોચી જાય તથા પોષણ અભિયાન હેઠળ નવી યોજના હેઠળ સગર્ભા માતાઓને અનાજ પુરૂ પાડવામા આવનાર છે તે માટે યોગ્ય વ્યવથા સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. આ સાથે અન્ન વિતરણની બાબતમાં તાપી જિલ્લો રાજ્યકક્ષાએ પ્રથમ ત્રણ જિલ્લાઓમાં છે. જેના માટે તેમણે જિલ્લા પુરવઠા વિભાગને અભિનંદન પાઠવી ઉચ્ચ કક્ષાની કામગીરી યથાવત રાખવા નિર્દેશ કર્યા હતા.

પુરવઠા અધિકારીશ્રી સાગર મોવલીયા દ્વારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા આદિવાસી જિલ્લાઓમાં અનાજ વિતરણ કરવા અંગે લેવાયેલ નવા નિર્ણય અનુસાર ૧ કિલો ઘઉં અને ૪ કિલો ચોખા મે-૨૦૨૨ થી સપ્ટેમ્બર-૨૦૨૨ સુધી વિતરણ કરવા જાણકારી આપવામાં આવી હતી. વધુમાં વન નેશન વન રેશન યોજના હેઠળ જિલ્લામાં મે-માસ દરમિયાન ૨૨૬ ટ્રાન્ઝેકશન, ૮૮- આંતર જિલ્લા અને ૩૧ આંતર રાજ્ય ટ્રાન્ઝેકશન દ્વારા લાભ મેળવ્યા અંગે જાણકારી આપી હતી.

બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી, નાયબ મામલતદારશ્રીઓ સહિત જિલ્લા પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other