સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા વાઝરડા ગામે વિનામૂલ્યે જનરલ સારવાર, સર્જીકલને લગતી સારવાર તેમજ સ્ત્રી રોગોની તપાસના કેમ્પનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે આવેલી સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ વ્યારા અને HMAT , વ્યારા યુનિટ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયુષ મંત્રાલય ( ભારત સરકાર ) અને નેશનલ કમીશન ફોર હોમિયોપેથી ( નવી દિલ્હી ) ના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે જનરલ સારવાર , સર્જીકલને લગતી સારવાર તેમજ સ્ત્રી રોગોની તપાસના કેમ્પનું આયોજન તા .૧૮ / ૦૬ / ૨૦૨૨ , શનિવાર ના રોજ વાઝરડા ગામ ખાતે કરવામાં આવ્યું હતું . આ કેમ્પમાં વાઝરડા ના સરપંચ શ્રીમતિ જશુબેન ગોમાભાઈ ગામીત , માજી સરપંચ – શ્રી સુરેશભાઈ ગોમાભાઈ ગામીત અને તાલુકા પંચાયત સભ્ય – શ્રીમતિ ઉષાબેન ધીરૂભાઈ ગામીત ના હસ્તે દિપ પ્રાગ્ટય કરીને જાહેર જનતા માટે કેમ્પનો શુભાંરભ કરવામાં આવ્યો હતો . આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો . આ કેમ્પમાં ફિઝિશિયન – ડૉ.કૃણાલકુમાર , સર્જન ડૉ . નરેન્દ્રભાઈ દેસાઈ અને ગાયનેકોલોજીસ્ટ- ડૉ . ગીતાબેન દેસાઈ એ સેવા આપી હતી . આ કેમ્પનું સંપૂર્ણ આયોજન Hon . Director ડૉ.અજયભાઈ દેસાઈ કોલેજના પ્રિન્સીપાલ ડૉ . જયોતિ રાવ ના માર્ગદર્શન હેઠળ ડૉ . વૈશાલી ચૌધરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું . આ સમગ્ર કેમ્પની વ્યવસ્થા શ્રી દક્ષેશભાઈ શાહ તથા શ્રી હારીશભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી .