ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં રંભાસ ગામેથી મોટરસાયકલ ચોરી જનાર ઈસમને વઘઇ પોલીસની ટીમે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં રંભાસ ગામેથી મોટરસાયકલ ચોરી જનાર ઈસમને વઘઇ પોલીસની ટીમે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં રંભાસ ગામનાં અમિતભાઈ મંગુભાઈ ચૌધરી જેઓ થોડા દિવસ પહેલા રંભાસ ગામે ભાવડયાભાઈનાં આંગણામાં પોતાની હીરો સ્પેલન્ડર મોટરસાઇકલ ન.જી.જે.19.એ.આર.8431ને પાર્ક કરી હતી. જે મોટરસાયકલનું સ્ટેયરીંગ લોક બગડેલ હતુ. જેનાં પગલે આ મોટરસાયકલ લોક કર્યા વગર આંગણામાં પાર્કિંગ કરી હતી. જે 30 હજાર મતાની મોટરસાયકલ કોઈક અજાણ્યો ચોર ચોરી લઈ જતા તેઓએ વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરીયાદનાં આધારે વઘઇ પોલીસની ટીમે સઘન શોધખોળ આરંભી હતી. વઘઇ પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજનાં આધારે આખરે મોટરસાયકલ ચોરને ઝડપી પાડ્યો હતો.ડાંગ જિલ્લાનાં વઘઇ પોલીસની ટીમે રંભાસ ગામેથી મોટરસાયકલ ચોરી જનાર ઈસમ નામે હરીશચંદ્ર ઉર્ફ હરીશભાઈ કચરૂ શેવરે.ઉ.33 રે. ગાંજુળે તા. ડીંડોરી જી.નાસિકની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.