ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરનાં અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાનાં આહવા ખાતે કારોબારી સભાનું આયોજન કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નાં અધ્યક્ષ સ્થાને બપોરે 3:00 કલાકે ડાંગ જિલ્લાનાં આહવા ખાતે કારોબારી સભા નું આયોજન કરવામાં આવ્યું. રોજબરોજ વધતી મોંઘવારી મહિલા ઓના માથે ગેસ, અનાજ , તેલ નાં ભાવ વધારો, કે મહિલા સુરક્ષા અને હક અધિકાર માટે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આવનાર વિધાન સભામાં મહિલા શશક્તિ કરણ થકી આ મોંઘવારી વિરૂદ્ધ જંગ છેડી મોંઘવારી ને નાથવાનો સંકલ્પ લઈ કોંગ્રેસ પક્ષ ને જીતાડવા વધુ માં વધુ મહેનત કરશે એ દિશા માં આગળ વધે તેવું આહવાન કરવામાં આવ્યું. પ્રદેશ મહિલા પ્રમુખ જેની બેન ઠુંમર એ ડાંગ નાં વિવિધ ગામડા માં મહિલા ઓની મુલાકાત લઈ. મહિલાઓ નાં પડતર પ્રશ્નો ને વાચા આપવાનું આહવાન કરવામાં આવ્યું.
આ કારોબારી સભા દરમિયાન ડાંગ જિલ્લા મહિલા પ્રભારી જશું બેન ચૌધરી, Gpcc સેક્રેટરી મહિલા પ્રભારી આશાબેન દુબે, પ્રભારી કામિનીબેન, પ્રભારી ભારતી બેન ડાંગ જિલ્લા મહિલા પ્રમુખ લતાબેન બેન ભોયે ડાંગ જીલ્લા તાલુકા મહિલા પ્રમુખો, યુવા પ્રમુખ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ નાં અગ્રણી ઓ અને મોટી સંખ્યા માં મહિલાઓ હાજર રહી આ સભા ને સફળ બનાવી હતી.