આવતીકાલે વ્યારા ટાઉન હોલ ખાતે “ગુજરાત ગૌરવ અભિયાન” હેઠળ કાર્યક્રમ યોજાશે
સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના વરદ હસ્તે જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવવામાં આવશે
………………………………
માહિતી બ્યુરો, વ્યારા-તાપી તા.૧૭: રાજ્ય સરકાર દ્વારા “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત આજરોજ તા. ૧૮-૦૬-૨૦૨૨ના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમૂહુર્ત અને ઈ-લોકાર્પણ થનાર છે. જેમા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂર્ણ થયેલ આવાસોનું ઇ-લોકર્પણ યોજાશે. જેના ભાગ રૂપે તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને વ્યારા સ્થિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હૉલ ખાતે સવારે ૧૧.૩૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં વડોદરા ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તથા તાપી જિલ્લાના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજ વસાવા, સર્વ ધારાસભ્યશ્રીઓ સર્વ ધારાસભ્યશ્રીઓ મોહનભાઇ ઢોડિયા, પુનાજીભાઇ ગામિત, આનંદભાઇ ચૌધરી, સુનિલભાઇ ગામિત, તેમજ વ્યારા નગર પાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા જિલ્લા વહિવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયા, તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડિયા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦