સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા કટાસવાણ ગામે મેડિકલ કેમ્પોનું વિનામૂલ્યે આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે આવેલા સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ વ્યારા અને HMAT , વ્યારા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આયુષ્ઠ મંત્રાલય ( ભારત સરકાર ) અને નેશનલ કમીશન ફોર હોમિયોપેથી ( નવી દિલ્હી ) ના માર્ગદર્શન હેઠળ વિના મૂલ્યે જનરલ સારવાર, સર્જીકલને લગતી સારવાર તેમજ સ્ત્રી રોગોની તપાસના કેમ્પનું આયોજન કટાસવાણ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કટાસવાણુ દૂધમંડળીના પ્રમુખશ્રી મહેશભાઈ ગામીતના હસ્તે દિપ પ્રાગ્ટય કરીને જાહેર જનતા માટે કેમ્પનો શુભાંરભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ માટે કટાસવાણ ગામના સરપંચશ્રી ચેતનભાઈ એ. ચૌધરીએ શુભેચ્છા પાઠવી હતી. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં ફિઝિશિયન- ડૉ . ગ઼ાલ કુમાર, સર્જન- ડૉ . નરેન્દ્રભાઈ દેસાઈ અને ગાયનેકોલોજીસ્ટ ડૉ. ગીતાબેન દેસાઈએ સેવા આપી હતી.  આ કેમ્પનું સંપૂર્ણ આયોજન Hon. Director ડૉ.અજયભાઈ દેસાઈ કોલેજના પ્રિન્સીપાલ ડૉ . જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ ડૉ. વૈશાલી ચૌઘરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેમ્પની વ્યવસ્થાશ્રી દક્ષેશભાઈ શાહ તથા શ્રી હારીશભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other