ભારતીય કિસાન સંઘ દ્વારા મીટર આધારિત વીજદરને હોર્સ પાવર આધારિત વીજદરમાં લાવામા અને સ્થાનિક ખેડૂતોની સમસ્યાોઓને દૂર કરવામાં આવે એવી માગણી સાથે ઉચ્છલ/કુકરમુંડા મામલતદારને આવેદન પત્ર સોંપાયુ
(મુકેશ પાડવી દ્વારા, વેલદા-નિઝર ) : આજરોજ ઉચ્છલ/કુકરમુંડા તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા મીટર આધારિત વીજદરને હોર્સ પાવર આધારિત વીજદરમાં લાવામા અને સ્થાનિક ખેડૂતોની સમસ્યાોઓને દૂર કરવામાં આવે એવી માગણી સાથે ઉચ્છલ/કુકરમુંડા સેવાસદન ખાતે મુખ્યમંત્રીને અનુલક્ષીને કુકરમુંડા તાલુકાના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારિત અને મિટર આધારિત આપવામાં આવે છે. પરંતુ બન્નેના વીજદરમાં તફાવત છે. જેથી વીજ મીટર આધારિત ખેડુતોને નુકશાન થાય છે. મીટર આધારિત ખેડુતોને પણ હોર્સ પાવર આધારિત ભાવમાં વીજ પુરવઠો આપી સમાનતા કરવામાં આવે ડી.આઈ.આર.કચેરી દ્વારા પ્રમોલોગેશ કુકરમુંડા તાલુકાના પણ ગામના જમીનોના થયા જ નથી તે પૂર્ણ કરવામાં આવે. અને બોજો રદ કે ચડાવવો અથવા બીજો નોંધ માટેની પ્રક્રિયા ગ્રામ્યકક્ષાએ થાય તો ખેડૂતોને તાલુકા સુધીના ધક્કા ખાવા ન પડે. સીધી રીતે બેન્ક કે મંડળી મારફત નોંધ કરવામાંઆવે. ઉચ્છલ/કુકરમુંડા તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ મંત્રી અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સેવાસદન કચેરી કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી અનેક રજૂઆત કરવામાં આવી હતી.