આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા વીજળી સસ્તી કરવા બાબતે તાપી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  આજરોજ આમ આદમી પાર્ટી તાપી જિલ્લા સંગઠન દ્વારા ગુજરાતના નાગરિકોને સસ્તી વીજળી આપવા બાબતે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને અનુલક્ષીને તાપી જીલા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ તકે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કલેક્ટર કચેરી પરિસર ખાતે નારા બોલાવી ઉગ્ર રજૂઆત કરી હતી. આ તકે ગુજરાત પ્રદેશ શિક્ષણ સેલ ના ઉપપ્રમુખ બીપીનચંદ્ર ચૌધરી,
તાપી જિલ્લા પ્રમુખ સાગર વસાવા, વ્યારા વિધાનસભા સંગઠનમંત્રી ઉવેશ મુલતાની, વ્યારા વિધાનસભા સંગઠનમંત્રી અનિલ ગામીત, નિઝર વિધાનસભા સંગઠનમંત્રી વિમલ ગામીત, નિઝર વિધાનસભા સંગઠનમંત્રી રમેશ ગામીત, નિઝર વિધાનસભા સંગઠનમંત્રી રમેશ પાડવી, માંડવી વિધાનસભા સંગઠનમંત્રી રૂસ્ટમ ગામીત તેમજ મોટી સંખ્યામાં અરવિંદ કેજરીવાલજીના નૈતિક સૈનિકો હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other