તાપી જિલ્લા જાહેર જનતા જોગ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલ ખાતે ઓગસ્ટ-૨૦૨૨ પ્રવેશની છેલ્લી તારીખ ૨૦ જુન
Contact News Publisher
(માહિતી બ્યુરો, વ્યારા-તાપી) : તા.૧૫: રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૨માં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના માટે પ્રવેશવાંચ્છુક નાગરિકો ઓગસ્ટ-૨૦૨૨માં ઓનલાઇન પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦-૦૬-૨૦૨૨ છે. પ્રવેશવાંચ્છુક ઉમેદવારોને સંસ્થા ખાતેથી પ્રવેશ સંબંધિત માર્ગદર્શન તેમજ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂમાં સંપર્ક કરવા અથવા મો.નં. ૮૯૮૦૮૭૮૨૨૮ ઉપર સંપર્ક કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉચ્છલના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦