વાલોડ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા બાળકોને તપાસ્યા વગર જ શાળા આરોગ્યના એડવાન્સ રિપોર્ટ કરવા સુચના

Contact News Publisher

તાપી જિલ્લા આરોગ્ય કર્મચારીઓ આજથી કામ તો કરશે પણ રિપોર્ટિંગ નહીં કરે

૩૦મી નવેમ્બરે કરવાના રિપોર્ટ ૨૭મીના સવારે ૧૧ કલાક પહેલા સોંપી દેવાની સુચના

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હેઠળ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના રાજ્ય કક્ષાના ૧થી૧૩ જેટલા પડતર પ્રશ્નોની દરખાસ્તો નાણાં વિભાગે અસ્વીકાર કરતા નાણાં મંત્રીએ કરેલ સમાધાન બાદ લેખીત બાહેદારી આપી તેનો અમલ ન કરતા રાજ્ય ભરના આરોગ્ય કર્મચારીઓ સાથે છેતરપીંડી કરી છે. જેનો પ્રચંડ વિરોધ પ્રદર્શિત કરવા આજથી તાપી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ લોક આરોગ્યને ધ્યાને લઇ આરોગ્ય સેવાઓ ખોરવશે નહીં, પરંતુ આપેલ આરોગ્ય સેવાઓના કોઈ પણ પ્રકારના દૈનિક, અઠવાડિક અને માસિક રિપોર્ટ સરકારમાં મોકલશે નહીં આ પગલાથી રાજ્ય કક્ષાએ તથા ભારત સરકારના રિપોર્ટિંગ સિસ્ટમને માઠી અસર પડવા સંભવ છે.
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે આ બાબતે જિલ્લાના વહીવટ કરતા અધિકારીઓને લેખીતમાં જાણ કરી દીધી છે. અચોક્કસ મુદત માટે રિપોર્ટિંગ બંધ કરી સરકારનુ નાક દબાવવાની કોશીશ કરવા આરોગ્ય કર્મચારીઓ તબક્કા વારના કાર્યક્રમો અમલમાં મુકશે.
હાલ શાળા આરોગ્ય કાર્યક્રમ ચાલતો હોય મળતી માહિતી મુજબ તા.૨૫.૧૧.૨૦૧૯થી પોગ્રામ ચાલુ થયો થયો છે. જેમાં વાલોડ તાલુકાના અઠવાડિક રિપોર્ટની કામગીરી એડવાન્સમા આપવા તાલુકા આરોગ્ય કચેરી ખાતેથી સુચના વોટસએપ ગ્રુપ દ્વારા મળતા સરકારના ઠપકાથી બચવા ૩૦મી નવેમ્બરે કરવાના રિપોર્ટ ૨૭મી સવારે ૧૧ કલાક પહેલા માંગી લેવાની સુચનાથી શાળાના તેમજ અન્ય પ્રવૃતિના આંકડાનુ ખોટુ રિપોર્ટિંગ કરી વડી કચેરીને ગેરમાર્ગે દોરી તાલુકા તથા જિલ્લાના અધિકારીઓ આરોગ્યના આંદોલનથી ફિક્સમા મુકાયા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *