વાસુર્ણા ખાતે એકલ અભિયાન સંસ્કાર શિક્ષા નૈપુણ્ય વર્ગ યોજાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૯ : ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્થિત શ્રી તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે, તાજેતરમા ત્રિદિવસીય એકલ અભિયાન સંસ્કાર શિક્ષા નૈપુણ્ય વર્ગ યોજાઇ ગયો.
બ્રહ્મવાહિની સુશ્રી હેતલ દીદીના સાન્નિધ્યે યોજાયેલા આ નૈપુણ્ય વર્ગમા ગુજરાત તથા મહારાષ્ટ્રના ૨૬ જેટલા વ્યાસ કથાકાર, તથા ૩ યોજના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ વર્ગ દરમિયાન હરિકથા યોજનાનુ વાર્ષિક આયોજન નક્કી કરાયુ હતુ. ૧૪ સત્રોમા આયોજિત આ તાલીમ વર્ગમા વિષયવાર તલસ્પર્શી માર્ગદર્શન પુરૂ પડાયુ હતુ.
આ તાલીમ વર્ગનુ સંચાલન ગુજરાત-મહારાસ્ટ્રના પ્રભાગ વ્યાસ શ્રી ગમનભાઈ પાડવી, તથા ગુજરાતના સંભાગ વ્યાસ શ્રી મુળજીભાઈએ કર્યું હતું.
દરમિયાન સુશ્રી હેતલ દીદી દ્વારા ધ્યાન-યોગ અને સાધના કરાવવામા આવી હતી. વર્ગની પૂર્ણાહુતિ વેળા માલેગામના શ્રી પી.પી.સ્વામી, એકલ અભિયાનના કેન્દ્રિય સદસ્ય શ્રી વસંતભાઈ ગામીત, કેન્દ્રિય પ્રશિક્ષણ પ્રમુખ શ્રી સત્યવાન ગુરુજી, ડાંગ પ્રભારી શ્રી પ્રશાંતભાઈ બોરસે, મહારાષ્ટ્ર સંભાગ યોજના પ્રમુખ શ્રી રામલાલ રાઉત સહિતના મહાનુભાવોએ હાજર રહી ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતું.
–