તાપી જિલ્લાનું ગૌરવ : “ઈટ રાઈટ ચેલેન્જ” પ્રતિયોગિતા હેઠળ સમગ્ર દેશમા ગુજરાત રાજ્ય પ્રથમ : દેશના કુલ ૭૫ વિજેતાઓ પૈકી તાપી જિલ્લાનો પણ સમાવેશ
“જિલ્લાના લોકોને ગુણવતાયુકત ખોરાક મળી રહે તેની પુરે પુરી તકેદારી વહિવટીતંત્ર તરફથી લેવામાં આવશે:” – જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણીયા
………….
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૧૦ : ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનવ પ્રધિકરણ (ફુડ સેફટી અને સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (એફ.એસ.એસ.એ.આઈ), ન્યુ દિલ્હી, દ્વારા સમગ્ર દેશમાં “ઈટ રાઈટ ચેલેન્જ” મુવમેન્ટ શરુ કરવમાં આવી હતી, જેમા ભારતના જુદા જુદા ૧૮૮ શહેર અને જીલ્લાઓ એ ભાગ લીધો હતો. જન આરોગ્યને ધ્યાનમાં રાખીને કરેલી કામગીરીના પાસાઓ તપાસ્યા બાદ એફ.એસ.એસ.એ.આઈ દ્વારા ૭ જુન“વિશ્વ ફુડ ડે’’નિમિત્તે ૭૫ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લાના “ઈટ રાઈટ ચેલેન્જ” કમિટીના ચેરપર્સન, તાપીજિલ્લા કલેક્ટરશ્રી એચ.કે. વઢવાણીયા તથા નોડલ ઓફિસરશ્રી ડી.બી.બારોટ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વ્યારાના માર્ગદર્શન હેઠળ,જિલ્લામાં જુદી જુદી પ્રવૃત્તીઓ જેમ કે લાઈસન્સ રજીસ્ટ્રેશન ડ્રાઈવ, એન્ફોર્સમેન્ટ સેમ્પલ, સર્વેલન્સ સેમ્પલ, ઈટ રાઈટ કેમ્પસ, FOSTAC ટ્રેઈનીંગ, FOSCORIS ઈંસ્પેક્શન, પબ્લિક અવેર્નેસ વિગેરે એક્ટીવીટીઝ કરી પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો.
જેમાં લાઈસન્સ રજીસ્ટ્રેશન ડ્રાઈવનો ૮૫ ટકા લક્ષ્યાંકની સામે ૧૦૦ ટકાની સિદ્દી હાસલ કરવામાં આવી હતી.એન્ફોર્સમેન્ટ સેમ્પલમાં ૧૩૫ના ટાર્ગેટ ની સામે ૧૪૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.સર્વેલન્સ સેમ્પલમાં ૪૦૬ તેમજ FOSCORIS ઈંસ્પેક્શનનો ટાર્ગેટ -૪૮, ૫૦૦ વધુ એફ.બી.ઓને ફોસ્ટેક ટ્રેઇનિંગ, આશા-આંગણવાડી વર્કર બહેનોને ઓન લાઇન ટ્રેઇનિંગ, ૫૦ થી વધુ જાહેર સ્થળોએ પોસ્ટર પ્રેઝનટેશન તથા હોસ્પિટલ અને સિનેમા ગૃહોએ ૧૦થી વધુ સ્થળોએ વિડિયો પ્રેઝનટેશન કરવામા આવ્યા હતા.
“ઈટ રાઈટ ચેલેન્જ”પ્રતિયોગિતા અંતર્ગત સમગ્ર દેશમા ગુજરાત રાજ્યને પ્રથમ સ્થાનમળ્યુ છે.આ પ્રતિયોગિતામાં ભારતના કુલ ૭૫ શહેરોને વિજતા જાહેર કરાયા હતા. જે પૈકી ગુજરાતના ૨૪ શહેર અને જિલ્લાઓએ સ્થાન મેળવેલ છે જેમા તાપી જિલ્લાનો પણ સમાવેશ થતા સમગ્ર વહિવટી તંત્રમાં આનંદની લાગણી છવાય ગઇ છે.
આ અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણીયાએ તાપી જિલ્લાના નગરવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ૧૮૮ જેટલા શહેરો અને જિલ્લાઓએ “ઈટ રાઈટ ચેલેન્જ”પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. જેમાં ફુડ સેફ્ટી અંગેન વિવિધ પાસાઓની ચકાસણી કરતા ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ અને દેશના કુલ ૭૫ વિજેતા શહેરોમાં તાપી જિલ્લાનો સમાવેશ થયો છે. આ ચેલેન્જ હેઠળ શુધ્ધ ખોરાક અને અશુધ્ધ ખોરાકની ઓળખ કરવી, અશુધ્ધ ખોરાક કોઇ જગ્યા એ જણાય તો તેના સંદર્ભે કાર્યવાહી કરવી જેમાં ટેકનોલોજી તથા લોક જાગૃતિ આણવામાં આવી હતી. તાપી જિલ્લો વિવિધ પાસાઓ ઉપર ખરો ઉતરી વિજેતાઓમાં શામેલ થયો છે. તાપી જિલ્લામાં આ પ્રકારની ખાદ્ય અને ખોરાક અંગે જાગૃતતા ફેલાવવાની કામગીરી સતત કાર્યરત રહેશે તથા જિલ્લાના લોકોને ગુણવતાયુકત ખોરાક મળી રહે તેની પુરે પુરી તકેદારી વહિવટીતંત્ર તરફથી લેવામાં આવશે.
તાપી જિલ્લાના ફુડ અને સેફટી વિભાગના અધિકારીશ્રી ડી.બી.બારોટે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “તાપી જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા “ઈટરાઇટ”કેમ્પેઇનહેઠળ વિવિધ સ્થળોએ શુધ્ધ ખોરાક અને અશુધ્ધ ખોરાકને પારખવાની રીત, ભેળસેળ પારખવાની રીત વગેરે અંગે ડેમો અને આહારને સુરક્ષિત સ્વચ્છ અને પોષણક્ષમ રહે તે માટે નિષ્ણાતો દ્વારા નાગરિકોને જાગૃત કરાયા હતા. આ ઉપરાંત વિવિધ શાળાઓ, હોસ્પિટલ અને જાહેર સ્થળોએ પોસ્ટર પ્રેઝ્ન્ટેશન તથા વિડિઓ પ્રેઝન્ટેશન દ્વારા બાળકો સહિત ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા.”વધુમાં તેમણે ભવિષ્યમાં આ પ્રકારની પ્રતિયોગીતોઓ આવશે તો ચોક્કસ તેમા સહભાગિત થવાની અને વિજેતા બનવાનો પ્રયાસ કરવા અંગે તત્પરતા દાખવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦