ભગિની સમાજ દ્વારા આયોજીત બાગાયત તાલીમ શિબિર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):
ભગિની સમાજ વ્યારાનો તા ૦૮.૦૬.૨૦૨૨ ના દિન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ન્યુટ્રીશન કિચન ગાર્ડનિંગ અને ગાર્ડનિંગનો એક દિવસીય તાલીમ શિબિર સંપન્ન થયો. પ્રસ્તૃત શિબિરમા વ્યારા નગરની ૪૦ બહેનોએ ઉત્સાહભેર ભાગ લિધો. શિબિરની શરૂઆતમા બહેનો ને જંતુનાશક પેસ્ટિસાઈડના ઉપર થી શરીરને અને જમીનને કેવુ નુક્શાન થાય છે એ આમિર ખાનનાં શૉ ‘સત્યમેવ જયતે’ એપિસોડ દ્વારા બતાવવામાં આવ્યું. કેવીકે ના વડા ડૉ. ચેેતનભાઈ પંડ્યા એ કે.વી.કે.ની વિવિધ પ્રકારની કામગીરીનો વિગતેે ચિતાર આપ્યો.
ડૉ . આરતીબેન સોનીએ કે.વી.કે. દ્વારા અપાતી વ્યવસાયલક્ષી તાલીમો, ગૃૃૃહઉદ્યોગલક્ષી તાલીમોની વિગતો આપી તો ધર્મીષ્ઠાબેન પટેલ કિચન ગાર્ડન તથા ટેરેસ ગાર્ડન માટે ઉપયોગી સાધન સામગ્રી, ઓર્ગનીક ખાતરનું, સૂર્યપ્રકાશની આવશ્યકતા, રોગ નિયંત્રણ માટેની વિવિધ તકેદારી જેવી બાબતોનો દ્રશ્ય શ્રાવ્ય પરિચય કરાવ્યો. અને બહેનોનાં બાગાયત અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ આપ્યું. એમણ કે.વી.કે.ના ટેરેસ ગાર્ડન અને ગંગામા કિચન ગાર્ડનનો સ્થળ ઉપર જઈ વિગતે પરિચય કરાવ્યો. ભગિની સમાજનાં મંત્રી ડૉ. કેતકીબેને કે.વી.કે.નાં તમામ અધિકારીઓ નો હ્રદયપૂર્વક આભાર માન્યો. બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ આ શિબિર માણ્યો. કે.વી.કે.એ શિબિરાર્થી બહેનોને સ્વાદિષ્ટ ભોજન પણ આપ્યું.