વાલોડના શિકેર ગામની શાળામાંથી કોમ્પ્યુટર સિસ્ટમની ચોરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાના વાલોડ તાલુકાના શિકેર ગામની પ્રાથમિક શાળાના ઓફિસ રૂમમાંથી કોમ્પ્યુટર સિસ્ટમની ચોરી થયાની ઘટના પોલીસ મથકે નોંઘાઈ છે.
તાપી જીલ્લાના વાલોડ તાલુકાના શિકેર ગામની સીમમાં આવેલ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના આચાર્યા દિપ્તી બેન પટેલે વાલોડ પોલીસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદ મુજબ તા,૨૩/૧૦/૧૯ ના કલાક ૧૭/૦૦ થી તા- ૦૩/૧૧/૧૯ નાં કલાક ૦૯/૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ચોર ઇસમે શિકેર ગામની શાળાના ઓફિસ રૂમમાં પ્રવેશ કરી, અંદર મુકેલ કોમ્પ્યુટરનો સેટ જેમાં LCD મોનીટર નો મોડલ Acer Veriton M200B35O જેની કિ.રૂ- ૪,૦૦૦/- તથા યુ.પી.સી. મોડલ AMD A109700 જેની કિ.રૂ- ૮,૦૦૦/- નું તથા કિ-બોર્ડ તથા માઉસ જેની કિ.રૂ- ૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ-૧૩,૦૦૦/- ની ચોરી થઈ છે. જે અંગે વાલોડ પોલીસે ઇ.પી.કો. કલમ ૩૮૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાની વધુ તપાસ વાલોડ પોલીસ સ્ટેશનના અ.હે.કો. ધર્મેશભાઇ રમેશભાઇ કરી રહ્યાં છે.