તાપી જિલ્લા વિકાસ અધિકારી એક વાર જરૂર વાંચે : નિઝર તાલુકાના વેલ્દા ગામની વિધવા બહેનો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબુર !!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર): નિઝર તાલુકાના વેલ્દા ગામના વિધવા બહેનોએ ગત રોજ તાલુકા વિકાસ અધિકારી નિઝરને અને વેલ્દા ગ્રામપંચાયતના સરપંચને લેખિત રજૂઆત કરવામાં આવેલ કે વેલ્દા ગામના વિધવા બહેનોને તાત્કાલિક શૌચાલય બનાવી આપવામાં આવે. એવી માંગણીઓ વિધવા બહેનો દ્વારા કરવામાં આવેલ છે. કેટલાક વર્ષોથી વિધવા બહેનોને શૌચાલય યોજનાથી વંચિત રાખવામાં આવેલ છે. વિધવા બહેનો જણાવે છે કે, સરકારશ્રી દ્વારા શૌચાલય યોજનામાં લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવણી કરવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા શૌચાલય યોજનામાં પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કરવામાં આવે છે. જિલ્લા એજન્સી દ્વારા બેનર લગાડવામાં આવે છે કે શૌચ મુક્ત મારું ગામ? આ સૂત્રના ખુલેઆમ ધજગરા ઉડી રહ્યા છે. એજન્સી પર સવાલ ઉઠી છે કે જયારે ગામડાઓમાં ઘર ઘર શૌચાલય બનાવામાં આવતા હતા ત્યારે આ એજન્સી ક્યાં ગઈ હતી ? લાગે છે કે આ એજન્સી ઉંઘી ગઈ હશે ? વેલ્દા ગામની મહિલાઓ મજબુર થઈને ખુલ્લામાં શોચક્રિયા કરવા માટે જાય છે. વેલ્દા ગામમાં ઘર ઘર તપાસ કરવામાં આવે અને જેના ખરેખર શૌચાલય નથી તેવા બહેનોને તાત્કાલિક શૌચાલય બનાવી આપવામાં આવે. વેલ્દા ગામના સરપંચએ વિધવા બહેનોને આશ્વશન આપતા કીધું કે વેલ્દા ગામમાં શૌચાલય યોજનામાં તપાસ કરવામાં આવશે ? અને ખરેખર જે શૌચાલયથી વચિંત છે એમને તાત્કાલિક શૌચાલય આપવામાં આવશે. જોવાનું રહયું કે હાલમાં વેલ્દા ગામના વિધવા બહેનોને શૌચાલય આપવામાં આવશે કે પછી શૌચાલયથી વંચિત રાખવામાં આવશે ? આવનાર સમયમાં ખબર પડશે ?