ગેરકાયદેસર ધર્માન્તરણ કરાવનાર પાસ્ટર સહિત પાંચને ઝડપી પાડતી વ્યારા પોલિસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા પો.સ્ટે.મા નોંધાયેલ ગુનો ઇ.પી.કો કલમ- ૩૪૨,૪૧૭,૧૨૦ ( બી ) તથા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ- ૪ મુજબના કામે તા .૨૦ / ૦૪ / ૨૦૨૨ કલાક -૧૦ / ૩૦ થી તા .૨૧ / ૦૪ / ૨૦૨૨ ના કલાક -૦૫ / ૦૦ વાગ્યા દરમ્યાન અંબિકા નગર વ્યારા તા.વ્યારા જી.તાપી ખાતે ઘરમાં આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનાહિત કાવતરૂ રચી ઠગાઇ કરી ફરીયાદી માનશીબેન D / O દિલીપભાઇ ઠાકોરભાઇ ગામીત ઉ.વ.- ૨૦ રહેવાસી – જુના ઢોડીયાવાડ વ્યારા તા.વ્યારા જી.તાપીને આરોપીઓએ અંબિકા નગરમા તેમના ઘરે બોલાવી આરોપી નં . ( ૦૧ ) યોહાન રાકેશભાઇ વસાવા તથા ( ૦૨ ) રાકેશભાઇ કાથુડીયાભાઇ વસાવાએ ફરીયાદીના હાથમાં મંદિરના બાંધેલ દોરા કાપી નાખી , ફરીયાદીના માથામાં તથા કપાળ ઉપર તથા પગમાં તેલ લગાવી અને ઓઢણીથી વાળ બંધાવી દઇ તેમજ મોબાઇલ બંધ કરાવી દઇ ગેરકાયદેસર અટકાયત કરી લગ્ન કરવા માટે ફરીયાદી તથા સાહેદ – મિતલ ધીરૂભાઇ ચૌધરી રહેવાસી – વાંસકુઇ ગામ તા , વ્યારા જી.તાપીની મરજી વિરુધ્ધ જબરદસ્તીથી હિન્દુ ધર્મ માંથી ખ્રિસ્તી ધર્મ પરિવર્તનની વિધી કરી તેમજ સહ આરોપીઓ ( ૦૩ ) રેખાબેન રાકેશભાઇ વસાવા ( ૦૪ ) રસીન રાકેશભાઇ વસાવા ( ૦૫ ) યાકુબ રાકેશભાઇ વસાવાએ ધર્મ પરિવર્તનની વિધી કરવામાં મદદગારી કરી ગુનો કર્યોની ફરીયાદ તારીખ ૨૧ / ૦૪ / ૨૦૨૨ ના રોજ દાખલ કરવામાં આવેલ છે.
આરોપી ( ૧ ) યોહાનભાઇ રાકેશભાઇ વસાવા ઉ.વ .૨૧ ( ૨ ) રાકેશભાઇ કાથુડીયા વસાવા ઉ.વ .૪૮ ( ૩ ) રસીનભાઇ રાકેશભાઇ વસાવા ઉ.વ .૨૮ ( ૪ ) યાકુબભાઇ રાકેશભાઇ વસાવા ઉ.વ .૨૩ ચારેય હાલ રહેવાસી- બી -૧૯૮ , અંબિકાનગર , વ્યારા તા.વ્યારા જિ.તાપી મુળ રહે.- ચીતપુર , ટાંકી ફળીયુ , તા.ઉચ્છલ જિ.તાપીને આજ રોજ તા.૨૨ / ૦૪ / ૨૦૨૨ ના કલાક ૦૧/૦૦ વાગે અટક કરેલ છે. તથા આરોપી નં ( ૦૫ ) રેખાબેન W / O રાકેશભાઇ કાથુડીયા વસાવા ઉ.વ .૪૩ હાલ રહેવાસી- બી -૧૯૮ , અંબિકા નગર , વ્યારા તા.વ્યારા જિ.તાપી મુળ રહે.- ચીતપુર , ટાંકી ફળીયુ , તા.ઉચ્છલ જિ.તાપીને આજ રોજ તા .૨૨ / ૦૪ / ૨૦૨૨ ના કલાક ૧૦/૪૫ વાગે અટક કરેલ છે.
આ ગુનાની તપાસ શ્રી ચંન્દ્રરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા જી તાપી કરી રહેલ છે.
Excellent post. I definitely appreciate this website. Thanks!