ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને પકડી પાડતી વ્યારા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા નાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ઘસ્કોડ ચોરીના અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.સી.ગોહિલ વ્યારા પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ વ્યાસ પો.સ્ટે A પાર્ટ ગુના ઇ.પી.કો કલમ- ૪૫૪,૩૮૦ મુજબના કામે તારીખ ૩૦ / ૦૧ / ૨૦૨૨ ના મૌજે કરંજવેલ ગામે ખખડીયા ફળીયામાં રહેતા મોતીરામભાઇ જાનાભાઇ ગામીત તથા સાહેદ વિજયભાઇ મગનભાઇ ગામીત નાઓના બંધ મકાનમાં કોઇ ચોર ઇસમે મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાનુ મંગળસૂત્ર નંગ ૦૧ કિ.રૂપિયા -૧૫,૦૦૦ / – તથા સોનાનું લોકેટ કિ.3 ૫,૦૦૦ / – તથા સોનાની વીટી નંગ ૦૧ કિ.રૂપિયા ૨૦૦૦ / – તથા રોકડા રૂપિયા ૩૫૦૦ / – તથા આધાર કાર્ડ તથા એ.ટી.એમ કાર્ડ તથા બાજુમાં રહેતા સાહેદ વિજયભાઇ મગનભાઇ ગામીતના ઘરની દિવાલ કુદી ઘરમાં પ્રવેશ કરી શોકેશમાં મુકેલ રોકડા રૂપિયા ૩૨,૦૦૦ / – તથા ચાંદીના સાંકળા જોડી ૦૧ કિ.રૂપિયા ૨૦૦૦ / – તથા ત્રણ બેંક પાસબુક કિ.રૂપિયા ૦૦/૦૦ મળી કુલ કિંમત રૂપિયા -૫૯,૫૦૦ / – નો મુદામાલ ચોરી કરી નાસી ગયેલ હોય તા .૧૮ / ૦૪ / ૨૦૨૨ ના રોજ વ્યારા પોલીસને ચોક્કસ અને પાકી બાતમી હકીકત મળેલ કે કરંજવેલ ગામે થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોનાના ઘરેણા વેચાણ કરવા માટે સ્પલેન્ડર મોટર સાઇકલ નંબર- GJ – 05 – AP – 1341 ઉપર એક ઇસમ ડોલારા થી વ્યારા તરફ આવે છે . તેવી બાતમી આધારે સરૈયા ચોકડી પાસે હે.કો નવરાજસિંહ જોરસિંહ તથા એ.એસ આઇ ભીખુભાઇ ગંગાભાઇ તથા પો.કો પ્રકાશભાઇ અરવિંદભાઇ તથા પો.કો કલ્પેશભાઇ જરસીંગભાઇ નાઓ વોચમાં ઉભા હતા તે દરમ્યાન બાતમી મુજબ હીરો હોન્ડા સપ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ – 05 – AP – 1341 પર મહેશભાઇ ઉર્ફે લાજરસ ઉર્ફે વિવેક મધુભાઇ વસાવા ઉ.વ -૨૬ હાલ રહે – ગારવણ ડુંગરી ફળીયુ તા – ડોલવણ જી તાપી મુળ રહે – કાકરપાડા ડુંગરી ફળીયુ તા – સાગબારા જી – નર્મદા નાને પકડી પાડી તેના કબજાની બેગ જોતા બેગમાં ( ૧ ) સોનાની વીંટી જેનુ વજન- ૧ ગ્રામ કિંમત રૂપિયા -૪૦૦૦ / – તથા ( ૨ ) સોનાનુ લોકેટ ( પેંડલ ) જેનું વજન -૧,૪૦૦ મીલીગ્રામ કિમત રૂપિયા -૫૦૦૦ / – તથા ( ૩ ) રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ -૪૪ રોકડ રૂપિયા -૨૨,૦૦૦ / – તથા ( ૦૪ ) આધા કાર્ડ તથા એ.ટી.એમ કાર્ડ ચોરીનો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન ૦૧ તથા મો.સા નં ૦૧ મળી કુલ કિંમત રૂપિયા ૪૯.૫૦૦ / – સાથે પકડી પાડી ગુનો ડિટેકટ કરવામાં આવેલ છે .