વ્યારાની સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ દ્વારા સ્વ. ડૉ. માર્કંડભાઈ ભટ્ટને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારાના સ્ટાફે ૧૫ ડીસેમ્બરે ૨૦૨૧ ના રોજ દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ હોમિયોપેથ, સ્વ. ડૉ.માર્કંડભાઈ ભટ્ટને તેમની જન્મજયંતિ પર સર્વોચ્ચ આદરપૂર્વક શ્રધ્ધાજંલિ અર્પી હતી. કોલેજ અને HMAI વ્યારા યુનિટે “ મટેરીયા મેડીકા વિથ ન આકૃતિ ” સ્પર્ધાનું આયોજન કર્યુ હતુ. ડૉ. માર્કંડભાઈ ભટ્ટની યાદમાં આકર્ષક ઈનામો સાથે વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં સારી સંખ્યામાં ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ડૉ. પ્રમોદ પટેલ એચ.ઓ.ડી. , હોમિયોપેથીક મટેરીયા મેડીકા વિભાગ. નિષ્ણાત તરીકે તેમની અમૂલ્ય સેવા આપી હતી. કોલેજ આ કોવિડ પરિસ્થિતિમાં તમામ સહભાગીઓના પ્રયત્નોની પ્રશંસા કરે છે. વિજેતાઓ નીચે મુજબ છે.
પ્રથમ નંબર – પ્રિયંકા ઉપાધ્યાય – તૃતિયવર્ષ બી.એચ.એમ.એસ.
દ્વિતિય નંબર – મિલન જેસવાલ – ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.
તૃતિય નંબર – દેવેશ સિસારા – ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.
HMAT વ્યારા યુનિટ તરફથી બે આશ્વાસન ઈનામો નીચે મુજબ છે.
ચોથો નંબર – તર્જની પારેખ – ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.
પાંચમો નંબર – ક્રિષ્ના પાઠક – ચતુર્થવર્ષ બી.એચ.એમ.એસ.
આચાર્યા ડૉ . જયોતિ રાવના માર્ગદર્શન હેઠળ હોમિયોપેથીક મટેરીયા મેડીકા વિભાગ દ્વારા આ પ્રવૃત્તિનું સંકલન કરવામાં આવ્યું હતું .