આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તાપી જિલ્લામાં ત્રી-દિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રા કાર્યક્રમોનું આયોજન
તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન સરકારના જુદા-જુદા વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન
……………..
તાપી જિલ્લામાં ગ્રામવિકાસને નવી ક્ષિતિજે લઇ જવા ઈનોવેટીવ આઈડિયા આપતા – ઈ.ચા. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડીયા
………………..
રાજ્યમાં સૌપ્રથમ ૭૫ ગામોને પ્લાસ્ટિકમુક્ત કરવા, રમતના મેદાનો બનાવવા તેમજ ઈ-ગ્રામ સેવાઓ કાર્યરત કરવામાં આવશે:
…………………
(માહિતી બ્યુરો વ્યારા) તા.૧૦ઃ તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા જિલ્લા સેવાસદનના સભાખંડમાં આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૮ થી ૨૦ નવેમ્બર ૨૦૨૧ ના રોજ ગ્રામ વિકાસ વિભાગ આયોજીત ત્રી દિવસીય કાર્યક્રમની ઉજવણી નિમિત્તે ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાના અધ્યક્ષ સ્થાને પંચાયત વિભાગ સહિત જુદા જુદા વિભાગોના વડાઓ સાથે આત્મનિર્ભર યાત્રા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
તાપી જિલ્લાને ગ્રામવિકાસ થકી આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે આગળ વધવા સુચારૂ માર્ગદર્શન આપતા ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે ત્રી દિવસીય ઉજવણીમાં જિલ્લાની ૨૬ બેઠકો માટે ૨ વિકાસ રથને પ્રસ્થાન કરાવાશે. તાપી જિલ્લામાં ૧૩ સીટો ઉપર વિકાસની વાતો સાથે એક રથ રૂટ મુજબ જુદા જુદા ગામોમાંથી પસાર થઈ સરકારના વિભાગો જેમાં પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ, મહિલા અન બાળ કલ્યાણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, સંચાઇ વિભાગ, સમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પશુપાલન વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સરકારની પ્રજાલક્ષી કામગીરીનો ગામડામા રથ મારફત નિદર્શન કરવામાં આવશે. આ તમામ વિભાગોને સાંકળીને છેવાડાના લોકો સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓને પહેચાડવાનો પ્રયાસ કરાશે. આ સાથે આરોગ્ય કેમ્પ, વિવિધ યોજનાકિય ફિલ્મ નિદર્શન, દરેક વિભાગના અલગ-અલગ ઇનોવેટીવ આઇડિયા સાથે તાપી જિલ્લાને વિકાસની હરોળમાં અગ્રેસર બનાવવાનો પ્રયાસ કરાશે.
વધુમાં શ્રી કાપડીયાએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ગ્રામવિકાસને નવી ક્ષિતિજે લઇ જવા ઈનોવેટીવ આઈડિયા અપનાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ ૭૫ ગામોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા, ૭૫ ગામોમાં રમત-ગમતના મેદાનો બનાવવા તેમજ ટેકનોલોજી સાથે જોડીને ૭૫ ગામોમાં ઈ-ગ્રામ સેવાઓ કાર્યરત કરવામાં આવશે.
ગ્રામ પંચાયત,ગ્રામવિકાસ તથા અન્ય વિભાગો સાંકળીને ગ્રામ્ય કક્ષાએ વિકાસના કામોનું ખાતમુહુર્ત,લોકાર્પણ તેમજ વિવિધ યોજનાઓના લોકાર્પણ સાથે સાથે યોજનાકીય લાભાર્થીઓને ચેક,સહાય અર્પણ કરવામાં આવશે. રથ પહોંચે તે ગામમાં યોજનાકીય પ્રદર્શન પણ ગોઠવવામાં આવશે. રથ જ્યાં રોકાશે ત્યાં રાત્રીસભાનું પણ આયોજન કરાયું છે. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી,પ્રાંત અધિકારી હિતેશ જોષી,જિલ્લા ગ્રામ વિકાસ નિયામક જે.જે.નિનામા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલ,પંચાયત માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર બેસ.એમ.બારોટ,મા.મ.સ્ટેટ કાર્યપાલક ઈજનેર મનીષ પટેલ,જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીત, બાગાયત અધિકારી નિકૂંજ પટેલ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦