માંડવી RTI પ્રકરણમાં ઉપરી સત્તાધિકારી દ્વારા નાયબ ઇજનેરને સુનાવણીમાં હાજર રહેવા તેડું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ માલ્દા ફાટા થી ઉમરપાડા જતાં માર્ગના કામ બાબતે ટેન્ડરિંગ તથા સુસંગત દસ્તાવેજી પુરાવાઓ જાગૃત નાગરિક દ્વારા આર.ટી.આઈ. દાખલ કરી માંગવામાં આવ્યા હતા. જે પ્રકરણમાં માહિતી અધિકારને ઘોળીને પી ગયા હોય તેમ અરજદારને આ માહિતીથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાથી અપીલ સત્તાધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરાતાં જાહેર માહિતી અધિકારી અને નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ માંડવી ને સુનાવણીમાં હાજર રહેવા ફરમાન જારી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, ગત તા-08/09/2021 ના રોજ આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી જે માંગેલ માહિતી આર્થિક નુકસાની, જાહેરહિત, પારદર્શક વહીવટ અને સંબંધિત હોય, સરકાર સમયમર્યાદામાં અચૂક આપવા અરજદારે વિનંતી કરી હતી. જાહેર માહિતી અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર માંડવી દ્વારા અરજદારની આરટી અન્વયે આગળની પારદર્શક કાર્યવાહી ધપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જે તે સમયે જાગૃત અરજદાર દ્વારા માહિતી માંગતી આઠ જેટલી માહિતી માંગવામાં આવી હતી. આ તમામ માહિતી અરજદારને આપવાની જવાબદારીમાં બેદરકારી દાખવવામાં આવ્યું હોવાનું અરજદારે લેખિત ઉપરી કક્ષાના અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જે હેતુલક્ષી ફરિયાદ નિકાલ હેતુ વાદી અને પ્રતિવાદી ને આગામી તારીખ 11/11/2021 ના રોજ જાહેર માહિતી અધિકારી કાર્યપાલકશ્રી ની કચેરી સુરત માર્ગ અને મકાન વિભાગ નાનપુરા ખાતે સુનાવણી દરમિયાન હાજર રહેવા ફરમાન જારી કરવામાં આવ્યુ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારને જડથી ઉખાડી ફેંકવા માટે વર્તમાન સરકાર પ્રયત્નશીલ હોય, ત્યારે કાયદાની એસી તેસી કરતા અધિકારીઓ ઉપર કાયદાકીય હથોડા ઝીંકાસે કે પછી સબ ચલતા હૈ ની નીતિ અપનાવવામાં આવશે તે આગામી દિવસોમાં જોવું રહ્યું.