તાપી જિલ્લામાં ૨૪-નવેમ્બરે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

Contact News Publisher

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૫-નવેમ્બંર સુધીમાં અરજીઓ મોકલી આપવી
………….
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) ૦૩: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” હેઠળ ઓનલાઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા નવેમ્બર-૨૦૨૧નો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૪/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે. જેમાં વ્યારા તાલુકાનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવણિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે સવારે-૧૧ કલાકે યોજાશે. સોનગઢ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, ઉચ્છલ-પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે, ડોલવણ તાલુકામાં પ્રાયોજના વહીવટદાર વી.જી.પટેલના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, નિઝર તાલુકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.જે.નિનામાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, વાલોડમાં વ્યારા પ્રાંત અધિકારી હિતશ જોશીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે અને કુકરમુંડામાં નિઝર પ્રાંત અધિકારી મેહુલ દેસાઇના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં અરજદારો પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા.૧૫/૧૧/૨૦૨૧ સુધીમાં તાલુકા મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ જિલ્લા કલેકટર, તાપીની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *