તાપી જિલ્લાની તમામ કચેરીઓના કર્મચારીઓ દ્વારા “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજે તાપી જિલ્લાની તમામ કચેરીઓના કર્મચારીઓ દ્વારા પોતાના કચેરી સ્થળે રાષ્ટ્રની એકતા, અખંડીતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા માટે “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લીધા હતા.
રાષ્ટ્રીય એકતા દિવસે તાપીના કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે. ‘હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા, અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરીશ, અને મારા દેશવાસીઓમા પણ આ સંદેશ ફેલાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છુ. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી, અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું પોતાનું યોગદાન આપવા માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છુ.’
૦૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other