વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેક્નોલોજી વીક અંતર્ગત પશુપાલન શિબિર યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલીત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા તા. ૨૫-૧૦-૨૦૨૧ થી ૩૦-૧૦-૨૦૨૧ સુધી ટેકનોલોજી વીકની ઉજવણી ચાલી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ ૨૯-૧૦-૨૦૨૧ ના રોજ “આદર્શ પશુપાલન” વિષય ઉપર પશુપાલન શિબિર યોજાઇ હતી. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૫૦ કિસાન મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ ડો. સી. કે. ટિંબડિયાસાહેબ, માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણના ચક્રને જે નુકસાન થઈ રહ્યું છે એ વિશે ચિંતા વ્યક્ત કરી, ખેતી અંગે સાચી દિશા મળી રહે તે રીતે વિષમુક્ત ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ખેડૂતો ગાય આધારિત ખેતી કરે એ અંગે આહવાહન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી પ્રફુલ્લાબેન દેસાઈ દ્વારા મહિલાઓનું કૃષિક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે મહત્વ સમજાવી મહિલાઓમાં પોતાના ખેતીકાર્યો પ્રત્યે ઉત્સાહ વધે એ અંગે પ્રેરણા આપી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે “ખેડૂતોની પ્રગતિ એ જ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યોનું પ્રતિબિંબ ગણી શકાય”.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડો. સી. ડી. પંડ્યા દ્વારા સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમનું મહત્વ સમજાવવામાં આવ્યુ. વધુમાં તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા જુદા-જુદા વિષયો ઉપર થતી તાલીમ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અતિથિવિશેષશ્રી પી. આર. ચૌધરી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા-તાપી દ્વારા ખેતી અને પશુપાલન વિષયક તાલીમનું મહત્વ સમજાવી એને રોજિંદા જીવનમાં અમલ કરવાથી ખેડૂતોની આવકમાં વધારો થાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડો. જીગર બુટાણી, વૈજ્ઞાનિક પશુપાલન દ્વારા મહિલાઓને આદર્શ પશુપાલન અંગેના અગત્યના મુદ્દાઓ જેવાકે, પશુઆહાર વ્યયસ્થાપન, પશુસ્વાસ્થ્ય, પશુસંવર્ધન જેવા વિષયો ઉપર વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
કાર્યક્રમના અંતે ડો. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જીગર બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન) દ્વારા કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other