સોનગઢ તાલુકાના કાંટી ગામના યુવાનો દ્વારા ફરી એક વખત નેટવર્કની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તાપી કલેક્ટર ને રજુઆત
યોગ્ય સમયે અમારી માંગણીનું નિરાકરણ કરવામાં ન આવે તો આવનારી ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ડિજિટલ યુગમાં સોનગઢ તાલુકાના અંતરિયાળ કાંટી,કાલધર ગામોમાં મોબાઈલ નેટવર્કથી વંચિત રહેતા યુવાનો તાપી કલેક્ટર ને રજૂઆત કરી.વર્તમાન સમયમાં વડાપ્રધાન અને સરકારશ્રીના યુવા પેઢીને ડિજિટલ યુગમાં વધુ સક્રિય કરવાના સપના છે છતાં આ ડિજિટલ યુગમાં પણ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાંટી,કાલધર,ધનમૌલી,સેલજર,આમથવા ગામે રહેતા લોકોને આઝાદીના 74 વર્ષ વિત્યા છતાં પણ 19મી સદીનું જીવન જીવવા મજબૂર બન્યા છે.આ ગામોમાં નેટવર્ક તથા પ્રાથમિક સુવિધાઓ ને લગતા પ્રશ્નોને લઈ તાપી જિલ્લાના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી અમારી માંગણી પુરી કરવામાં આવી નથી.માત્ર ને માત્ર અમને આશ્વાસન આપવામાં આવે છે અને પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી.
યોગ્ય સમયે અમારી માંગણીનું નિરાકરણ કરવામાં ન આવે તો આવનારી ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે ..