વ્યારાના ટાઉન હોલ ખાતે બેંક ઓફ બરોડા લીડ બેંક તાપીના અઘ્યક્ષતામાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૮: આજરોજ તાપી જિલ્લાની વિવિધ બેંકો – એસબીઆઈ, બીઓબી, સીબીઆઈ, સહિત બેંકોનું ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ વ્યારાના ડો.શ્યામાપ્રસાદ ટાઉન હોલના પટાંગણમાં બેંક ઓફ બરોડા લીડ બેંક તાપીના અઘ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં બધી બેંકો મળીને કુલ ૩૪૨ જેટલા લાભાર્થીઓનું ૧૮.૦૯ કરોડનું ધીરાણ મંજુર કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કૃષિ ધીરાણ, એમએસએમઈ સહિત રીટેલ લોનની મંજુરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૦ થી ૧૨ જેટલા લાભાર્થીને ચેકનું વિતરણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર રાજ્યમાં સેન્ટ્રલ વિજીલન્સ કમિશન દ્વારા દરેક સરકારી સંસ્થા બેંકોમાં તા- ૨૬-૧૦-૨૦૨૧ થી ૦૧-૧૧-૨૦૨૧ વિજીલન્સ અવેરનેશ વિક તરીકે ઉજવવામાં આવી રહી છે. જે અન્વયે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો અને ગ્રાહકો દ્વારા સત્ય નિષ્ઠાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી છે. આ પ્રસંગે વ્યારા નગર પાલિકાના પ્રમુખ સેજલબેન રાણા, બેંક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર અશ્વિનીકુમાર સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિનયભાઈ પટેલ-ચીફ મેનેજર બેંક ઓફ બરોડા વ્યારા અને જીતેન્દ્ર ભાઈ વસાવા લીડ બેંક મેનેજર તાપીદ્વારા કરાયું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦૦