સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે કાનૂની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૮: તાજેતરમાં સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે વિદ્યાર્થીઓને ઉપયોગી કાયદાઓની માહિતી અંગે જાગૃત કરવા માટે કાનૂની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉચ્છલ કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રી જે.એલ.પરમાર દ્વારા મહિલાઓને લગતા કાયદાઓ અંગે માહિતી આપી તોને કોઈ પણ મુશ્કેલી હોય તો કોર્ટમાં કાનૂની માર્ગદર્શન માટે ડર વિના આવી શકાય છે તે માટે જાણકારી આપી હતી. ઉપરાંત કાર્યક્રમમાં “ટેકવોન્ડો” ના ટ્રેનર્સ વિજયભાઈ પટેલ તથા અમિતભાઈ પટેલ દ્વારા કોલેજના દીકરા-દીકરીઓને સ્વ-બચાવ માટેની ટેકનીકનું ડેમોસ્ટ્રેશન કરીકોઈ અજાણી વ્યક્તિ કનડગત કે હેરાનગતિ કરે તો તે દીકરીએ કઈ રીતે તેનો હિંમત પૂર્વક સામનો કરવા શિખ આપી હતી. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ કરવામાં આવી હતી.
૦૦૦૦૦૦૦૦૦૦