મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની વિગત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૮: મકાન માલિકનો વિશ્વાસ મેળવી મિલકત તથા શરીર સંબધીના ગુના આચરવાના બનાવોને ધ્યાનમાં લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જાહેર જનતાની શાંતિ અને સલામતી માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જાહેરનામાં દ્વારા તાપી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં કામ કરતા ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કામ કરતા હોય કે હવે પછી કામ માટે રાખવાના હશે તો મકાન માલિકે પોતાનું નામ, મોબાઈલ નંબર તથા સરનામાં સહિતની માહિતી કામે રાખેલા નોકર, ડ્રાઈવર, રસોઈયાઓ, વોચમેન, માળીની સંપૂર્ણ વિગત સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં કામે રાખેલ નોકરનું પૂરૂ નામ ઓળખ ચિન્હો, હાલનું પૂરૂ સરનામું ટેલીફોન નંબર, નોકરનું મૂળ વતન તેનું ટેલીફોન સહિત સરનામું, નોકરને રાખ્યાની તારીખ, કોના ભલામણથી તથા ઓળખાણથી કામે રાખવામાં આવેલ છે તથા તેનું પણ નામ, સરનામું ટેલીફોન નંબર સહિત અને નોકરના બે ત્રણ સગા સબંધીના નામ સરનામા તેના ફોટા સહિત વિગત દિન-૭મા જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ હુકમ તા. ૨૫/૧૨/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
0000000000000000૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other