તાપી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ તથા માળખાગત સુવિધાઓ પુરી પાડી જનભાગીદારીનો સરાહનીય પ્રયાસ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૨૭: તાપી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા શૈક્ષણિક અને અન્ય સુવિધાઓના દાનની વણઝારથી માનવતા મહેકાવી છે. તાજેતરમાં કન્યા શાળા સોનગઢ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાના અધ્યક્ષ સ્થાને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં છાત્રાલયની દિકરીઓને દાતાશ્રીઓ દ્વારા ૬૦ જોડી કપડા અને શાળાના રંગરોગાન, પીવાના પાણી જેવી વિવિધ સુવિધાઓ માટે દાન આપવામાં આવ્યું હતું. જેમાં દાતાશ્રી રંજનબેન વિનોદભાઈ પટેલ તરફથી રૂપિયા.૧ લાખ, નયનાબેન જયંતિભાઈ પટેલ રૂપિયા ૨૦ હજાર, કલ્પનાબેન નટુભાઈ ભારતી રૂપિયા ૨૦ હજાર અને શાળાના સ્ટાફ તરફથી રૂપિયા ૨૦ હજારનું દાન શાળાને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી કાપડિયા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સર્વ દાતાશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મમાં સોનગઢ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.બી.પરમાર, સોનગઢ નગરજનો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦