સુરતના બિલ્ડરની ઓફિસમાંથી ચોરાયેલા 1 કરોડ MPમાં એક ખાડામાંથી મળ્યા
સુરત: 10 ઓક્ટોબરના રોજ ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાંથી જાણીતા બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખની રોકડની ચોરીમાં કથિત સંડોવણી બદલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ બુધવારે મધ્યપ્રદેશના બે ભાઈઓની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ પોલીસે એમપીના અલીરાજપુર જિલ્લાના છોટી જીરી ખાતે તેમના ઘરની પાછળના ખાડામાં દાટેલા 98.8 લાખ રૂપિયા રોકડા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તપાસમાં જાણવા મળ્યું કે બંને ભાઈઓએ કુલ 1.75 કરોડ રૂપિયાની ચોરી કરી હતી પરંતુ ફરિયાદ નોંધાવતી વખતે પીડિતને લોકરમાં રાખવામાં આવેલી ચોક્કસ રકમ વિશે જાણકારી નહોતી. પોલીસને કુલ રૂ. 20,000ની કિંમતના બે મોબાઇલ મળી આવ્યા હતા જે ચોરાયેલા નાણાંમાંથી ખરીદવામાં આવ્યા હતા જ્યારે બાકીના 76 લાખ રૂપિયા હજુ સુધી વસૂલવાના બાકી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ચોરાયેલા રૂપિયા તેણે તેના પિતા અને ગર્લફ્રેન્ડને આપ્યા હતા.
પોલીસે છોટા જીરી ગામના રહેવાસી અમપાલ બિશન મંડલોઇ પટેલ (20) અને તેના ભાઇ નેપાલ (26) ની ધરપકડ કરી હતી. રોકડ છુપાવીને મંડલોઇ ઇન્દોરમાં રહેવા ગયો હતો. પોલીસને શંકા છે કે અજીત બિંદ (25) જેનો 12 ઓક્ટોબરે વેસ્ટર્ન કન્સ્ટ્રક્શનના સ્ટાફ ક્વાર્ટર્સ આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તેનું નામ પણ ચોરી સાથે જોડવામાં આવશે તેવા ડરથી તેણે જીવન ટૂંકાવ્યું હતું.
મંડલોઇને વેસ્ટર્ન કન્સ્ટ્રક્શનની ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી મળી. તેણે સપ્ટેમ્બર સુધી ત્યાં કામ કર્યું અને પોતાના ગામમાં રહેવા માટે નોકરી છોડી દીધી. કામ દરમિયાન તેણે કેશિયરની હિલચાલ અને ઓફિસમાં રોકડનું સંચાલન જોયું. લોકરની ચાવીઓ ક્યાં રાખવામાં આવી છે તેની તેને જાણ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તેણે પોલીસને કહ્યું કે તેના પિતાએ તેની બહેનોની કોલેજની ફી માટે લીધેલા પાંચ લાખ રૂપિયાનું દેવું ચૂકવવા માટે તેને પૈસાની જરૂર છે. જો કે, અમે હજી પુષ્ટિ કરી નથી કે તે સાચું કહે છે કે નહીં.’ મંડલોઇ ક્યાંય પણ નિષ્ઠાપૂર્વક કામ કરતો ન હતો અને જે કમાતો હતો તે ખર્ચ કરી દેતો હતો