અમદાવાદઃ રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 10,459 જગ્યાઓ પર ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પોલીસદળમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-3 સંવર્ગની કુલ 10,459 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. આ જગ્યાઓ ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવે છે. મહત્વનું છે કે, આ ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ ગુજરાત સરકારની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. આ તમામ સૂચનાઓ વાંચીને લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 23 ઓક્ટોબરના બપોરના 3 વાગ્યાથી 9 નવેમ્બરની રાતના બાર વાગ્યા પહેલાં અરજી કરી શકાશે. મહત્વનું છે કે, રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીને લઈને તેની તમામ વિગતવાર સૂચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. આ સીધી ભરતી હોવાથી રાજ્યના અનેક યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ઉત્સાહિત યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, સૌ યુવા મિત્રો. લોકરક્ષક ભરતીની અરજી સ્વીકારવાનું શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે હવે લોકરક્ષક દળમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ
ભરતી હથિયાર-બિનહથિયારી કોન્સ્ટેબલ, એસઆરપીએફ, કોન્સ્ટેબલ વર્ગ-3 સંવર્ગની ભરતી છે. જેના માટે કુલ 10,459 ખાલી જગ્યાઓ છે. જો કે, આ જગ્યા માટે અરજી કરવા માટે સરકારે વેબસાઈટ પર સંપૂર્ણ વિગતો અપલોડ કરી દીધી છે. 23 ઓક્ટોબર એટલે કે આજે બપોરના 3 વાગ્યાથી આ આરજી કરી શકાશે. તો 9 નવેમ્બરની રાતના બાર વાગ્યા પહેલાં અરજી કરવાની રહેશે. રાજ્યમાં અનેક યુવાનો લોકરક્ષક દળમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવે છે. જેના ભાગરૂપે તેઓએ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. શહેરના અનેક વિસ્તારોમાં યંગસ્ટર્સ હાલ પણ દોડ સહિતની વિવિધ તૈયારીઓ કરી રહ્યાં છે.