તાપી જીલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ – ૨૦૧૯ અન્વયે તા. 25/11/19 થી તા . 30/01/20 દરમ્યાન આંગણવાડી, શાળામાં અભ્યાસ કરતાં તથા શાળાએ ન જતાં ૧૮ વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે જે અંતર્ગત તા. 25/11/19ના રોજ શાળા આરોગ્ય કાર્યક્રમનો જીલ્લા કક્ષાનો ઉદઘાટન કાર્યક્રમ આદર્શ નિવાસી શાળા ટીપકપૂરા તા . વ્યારા ખાતે યોજાયો હતો . જેમાં પ્રમુખ જિલ્લા પંચાયત, તાપી શ્રીમતી ગજરાબહેન ચૌધરી, કારોબારી સમિતિના અધ્યક્ષ , શ્રી મુકેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ ચૌધરી, વિભાગીય નાયબ નિયામક ડો . આર . કે . કંચ્છલ , મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો . હર્ષદ બી પટેલ , જીલ્લા આર. સી. એચ. અધિ કાર, ડૉ . બિનેશ ગામીત તથા તાલુકા હેલ્થ ઓફિસર, વ્યારા ડો . મયંક ચૌધરી કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.