સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ દ્વારા રાજ્ય સરકારના ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકો માટે ૪૫ દિવસનું ટેકનીકલ ડીપાર્ટમેન્ટલ ટ્રેનીંગનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ દ્વારા રાજ્ય સરકારના ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકો માટે ૪૫ દિવસનું ટેકનીકલ ડીપાર્ટમેન્ટલ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર ટ્રેનીંગનું ઉદઘાટન તારીખ ૨૦-૦૯-૨૦૨૧ના રોજ મદદનીશ મત્સ્યોધોગ નિયામકશ્રીની કચેરી ઉકાઈ ખાતે થયેલ હતું. જેમાં રાજ્ય સરકારના ફિશરીઝ વિભાગના કુલ ૨૮ મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષકો હાજર રહ્યા હતા. સદર તાલીમમાં તાલીમાર્થીઓ સાથે સંવાદ કરવા અર્થે મત્સ્ય વિભાગના કમિશ્નરશ્રી શ્રી. સતીશ પટેલ (IAS), કામધેનુ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. પી.એચ. વાટલીયા તેમજ શ્રી. એમ. કે. ચૌધરી સાહેબ ડેપ્યુટી ડાયરેક્ટર, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક ઉકાઈ શ્રી અશોક પટેલ અને સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચરના વડા ડો. સ્મિત લેન્ડે ઉપસ્થિત રહ્યા હતા. સદર કાર્યક્રમ દરમ્યાન કામધેનુ યુનિવર્સીટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી દ્વારા તાલીમાર્થીઓને મીઠા પાણીમાં મસ્ત્ય ઉછેરની તકો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ મત્સ્ય વિભાગના કમિશ્નરશ્રી દ્વારા તાલીમાર્થીઓથી પરસ્પર સંવાદ કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત યોજનાઓ અને રાજ્યમા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનુ અમલીકરણ તેમજ અન્ય આયોજિત યોજનાઓથી રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર કેવી રીતે ઉદ્દ્પાદનમાં વધારો કરી શકશું આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.