શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાધાણીએ બાબરઘાટ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આરોગ્ય કર્મીઓને પ્રોત્સાહિત કર્યા

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૨:- શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાધાણીએ આજે તાપી જિલ્લામાં ઉચ્છલ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બાબરઘાટ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ આરોગ્ય અધિકારી/કર્મચારીઓ એવા કોરોના વોરીયર્સનું સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા. તાપી જિલ્લાએ સો ટકા વેક્સિનેશનની કામગીરી કરતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગને ખાસ અભિનંદન પાઠવી આગામી દિવસોમાં પણ તાપી જિલ્લો આરોગ્ય ક્ષેત્રે સંપૂર્ણ સુરક્ષિત રાખવાની કામગીરી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે કૃષિ, મંત્રી અને તાપીના પ્રભારી શ્રી મુકેશભાઇ પટેલ, રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, પંચાયત પ્રમુખ સુરજ વસાવા, જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયા, નિઝર પ્રાંત મેહુલ દેસાઇ, સીડીએચઓ ડૉ.હર્ષદ પટેલ, દ.ગુ.વી.ન.યુનિ. વાઇસ ચાન્સેલર કિશોર સિંહ ચાવડા, સંગઠન પ્રમુખ ડૉ.જયરામભાઇ ગામીત સહિત સહિત અમલીકરણ અધિકારી/કર્મચારીઓ સામાજીક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other