વ્યારાના જ્યોતિર્ધામ કન્યા છાત્રાલયમાં સિકલસેલ એનિમિયા અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા ખાતે આવેલ જ્યોતિર્ધામ કન્યા છાત્રાલયમાં સિકલસેલ એનિમિયા રોગ અંગે જાગૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.
વ્યારાના જ્યોતિર્ધામ કન્યા છાત્રાલયમાં ડૉ.કેતકીબેન શાહ અને એમની ટીમ દ્વારા સિકલસેલ એનિમિયા રોગ અંગે જાગૃતિ શિબિરનુ આયોજન કરાયું હતુ. આ શિબિરમાં કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને જીવલેણ સિકલસેલ એનીમિયા રોગ વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને ચાર્ટની મદદથી રોગ અંગે માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં ડૉ.કેતકીબેન શાહે સિકલસેલ એનિમિયા રોગ શું છે, આ રોગનુ વહન કેવી રીતે થાય છે, રોગના લક્ષણો, પ્રતિકારક શક્તિ તેમજ રોગથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.