રાજ્ય શાળા સંચાલક મહામંડળની સરકાર સામે વધુ એક માંગ, જાણો શું છે માંગ

Contact News Publisher

અમદાવાદ : રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, મફત અને ફરજીયાત શિક્ષણ હેઠળ જે 2012 માં ફી ગ્રાન્ટ 10,000 આપવામાં આવતી હતી અને હાલમાં 13,000 આપવામાં આવે છે. પરંતુ તે ગ્રાન્ટ વધારીને 15,000 આપવામાં આવે તેવી સરકાર સામે માંગ કરવામાં આવી છે.

સરકાર માંગણી જલદી સ્વીકારે એવી અપીલ પણ કરાઇ

શાળા સંચાલકે જણાવ્યું કે, RTE હેઠળની ગ્રાન્ટમાં વધારો કરવા માંગ કરી છે. તેમજ સ્ટેશનરીમાં વાલીઓને વધુ ગ્રાન્ટ મળે તે માટે પણ રજુઆત કરવામાં આવી છે. જે 3,000 સ્ટેશનરી ખર્ચ છે તે વધીને 5,000 કરવામાં આવે તેવી કરાઇ છે. ત્યારે વધુમાં કહ્યું કે, આટલી ગ્રાન્ટમાં સ્કૂલોને તેમનો ખર્ચ કરવો પોષાતો નથી એટલે તેમાં વધારો આપવામા આવે. ત્યારે આગામી સમયમાં સરકાર અમારી માંગણી જલદી સ્વીકારે એવી અપીલ પણ કરવામાં આવી છે

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other