ગુજરાત : આવતી કાલે સરકાર કૃષિ સહાય પેકેજ કરશે જાહેર
ખેડૂતોને વીઘા દીઠ કેટલી સહાય ચૂકવાશે?
ખેડૂતોને SDRF ના ધારા ધોરણમાં વધારો કરી સહાય ચૂકવવા વિચારણા પણ કરવામાં આવી છે. SDRF ધારા ધોરણ પ્રમાણે વીઘા દીઠ 6,800 રૂપિયા સહાય આપવાની જોગવાઈ પણ કરાવામાં આવી હતી. જોકે, વર્તમાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને એક વીઘા દીઠ રૂપિયા 20,000 ચુકવવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર ખેડૂતોને ખાતા દીઠ સહાય આપવા બાબતે પણ વિચારણા કરી રહી છે. જો ખાતાદીઠ સહાય આપવામાં આવે તો ખેડૂતોને ખાતા દીઠ રૂપિયા ૩૦,000 થી ૩૫,000 ની સહાય મળી શકે તેવો પણ એક અંદાજ છે.
સર્વેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરાયો છે?
રાજ્યના કૃષિ વિભાગની માહિતી એવી છે કે, સરકાર દ્વારા જે સર્વે કરાયો છે. તેમાં ખેતીની જમીન ધોવાણ સહિત ખેતી પાકના થયેલા નુકસાનનો પણ સમાવેશ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેકેજ જાહેર થયા બાદ દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરવા અંગેની પણ તૈયારી કરી લેવામાં આવી છે. સંભવના છે કે, આ નવી સરકારનો આ પ્રથમ કૃષિલક્ષી પેકેજ અંદાજે રૂપિયા ૬૫૦ થી ૭૦૦ કરોડનો હોઈ શકે છે.
25 ઓક્ટોબરથી 22 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે
25 ઓક્ટોબરથી 22 નવેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે નુકસાન થયું છે તે સહાયતાના ધોરણે ખેડૂત ખાતેદારોના સીધાં નાણાં તેમના એકાઉન્ટમાં જમા થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. હેક્ટરે 13,000 રૂપિયા ચૂકવવામાં આવશે. બે હેક્ટર દીઠ જ થયેલા નુકશાનની આ સહાયતા ચુકવવામાં આવી શકે છે. એટલે કે, 26 હજાર રૂપિયા સીધી રીતે ખેડૂતોને ચૂકવવામાં આવશે. ચાર જિલ્લામાં અતિવૃષ્ટિ હોવાથી તેમને આ વળતર આપવામાં આવશે.
ચાર સિવાય અન્ય જિલ્લાઓમાં સહાય ચૂકવવા અંગે અત્યાર પૂરતો કોઈ નિર્ણય નહીં
ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાં કૃષિ પેકેજ આપવાને લઇને કોઇ જાહેરાત હાલ પૂરતી કરવામાં નથી આવી. માત્ર ચાર જિલ્લામાં સહાયની વાત સામે આવતા ખેડૂતોમાં પણ ક્યાંકને ક્યાંક રોષ જોવા મળ્યો છે. આ જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ.ડી.આર.એફ.ના નિયમોના આધારે આ સહાય ચુકવવામાં આવશે. આવતી કાલે રાજ્ય દ્વારા તેને લઈને સરકાર સત્તાવાર જાહેરાત કરવામાં આવશે