લો બોલો ! પોલીસ સ્ટેશનમાંથી 25 લાખનો હાથ ફેરો કરી ગયા ચોર, 6 સસ્પેન્ડ

Contact News Publisher

ઉત્તર પ્રદેશના આગરાના એક પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટના સામે આવી છે. અહીં ચોરોએ પોલીસ સ્ટેશનની તિજોરી તોડી ચોરી કરી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ, ચોરોએ શનિવારની રાતે જગદીશપુરા પોલીસ સ્ટેશનની તિજોરીના પાંચ દરવાજા તોડીને 25 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ દરમિયાન રાતે પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારી સહિત છ પોલીસકર્મી ઊંઘતા હતા. રવિવારે સવારે જ્યારે ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ તો એડીજી અને એસએસપી સહિત અન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરીને ઈન્સપેક્ટર સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. ચોરીની જાણ ત્યારે થઈ કે જ્યારે જદીશપુરા પોલીસ સ્ટેશનની તિજોરીની દેખરેખ રાખતા પ્રતાપભાન રવિવારે સવારે નવ વાગે ડ્યૂટી પર પહોંચ્યા. જ્યારે તેઓએ તાળુ ખોલીને અંદર જોયુ તો સામાન અસ્ત વ્યસ્ત હતો. બોક્સના તાળા તૂટેલા હતા. તેઓએ બોક્સ ખોલીને જોયુ તો અંદર રહેલાં 25 લાખ રૂપિયા ગાયબ હતા. એડીજીએ જણાવ્યું કે, જે જગ્યાએ આ ચીજવસ્તુ રાખવામાં આવી હતી એનો એક દરવાજો અને બારી પાછળના ભાગે પણ છે. જે હંમેશા બંધ રહે છે. આ દરવાજા અને બારી તોડીને ચોરોએ ચોરી કરી હતી.

દરવાજો તોડીને માલખાનામાં ઘુસ્યા ચોર
આશંકા છે કે ચોરો બંધ રહેતો દરવાજો તોડીને માલખાનામાં ઘુસ્યા હતા. આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ચોરીના મામલે ક્રાઈમ બ્રાંચ, સર્વેલન્સ અને એસઓજી સહિતની અનેક ટીમો તપાસ કરી રહી છે. એસએસપી મુનિરાજે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનનો એક દરવાજો પાછળની સાઈડે છે. જે હંમેશા બંધ રહે છે. આ ગેટની અંદર પોલીસ સ્ટેશનનો પાછળનો ગેટ અને બારી છે. ચોરોએ પહેલાં બારી ખોલવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન થતા તેઓએ તાળુ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *