કાકરાપાર હોસ્પિટલનાં ડૉક્ટરે રુમ બંધ કરી આસિસ્ટંટની છેડતી કરતાં ગુનો નોંધાયો
(પ્રતિનિધિ દ્વારા,વ્યારા) : તાપી જીલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશને IPC કલમ ૩૫૪ – ક ( ૧ ) , ( I ) તથા અનુચિ જાતિ અને અનુસુચિત જન જાતી ( અત્યાચાર નિવારણ ) સુધારણા અધિનિયમ- ૨૦૧૫ની કલમ ૩ ( ૧ ) ( W ) ( II ) , 3( ૨ ) ( પ – ૮ ) હેઠળ કે.એ.પી.એસ. હોસ્પિટલ અણુમાલા ટાઉનશીપના મેડીકલ ઓફીસર ડો . અજયકુમાર ચતુર્વેદી વિરુદ્ધ ગુનો નોંધાવા પામ્યો છે.
કાકરાપાર પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગત . 2/8 /19ના કલાક ૦૧ / ૦૦ વાગ્યાના સુમારે અણુમાલા ટાઉનશીપમાં આવેલ કે.એ.પી.એસ. હોસ્પિટલના એ.સી. રૂમમાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા ડો . અજયકુમાર ચતુર્વેદીએ હોસ્પિટલમા આસિસ્ટંટ તરીકે ફરજ બજાવતા વિધવા સવિતાબેન (નામ બદલ્યું છે) અનુસુચિત જનજાતિ હોવાનું જાણવા છતાં તેણીને એ. સી. રૂમમાં બેડશીટની પથારી કરવા સારૂ બોલાવી એ.સી. રૂમનો દરવાજો બંદ કરી સ્ટોપર મારી સવિતાબેનને કમરના ભાગે પકડી લઇ બળ વાપરી ઓરંજ રંગની ચોકલેટ જેવો કોઈ પદાર્થ ખવડાવવાની કોશીશ કરી પોતાની બાથમાં લઇ આબરૂ લેવાના ઇરાદે છેડતી કરી ગુનો કર્યો હતો. જે અંગે વિધવા સવિતાબેને કાકરાપાર પોલીસમા ફરિયાદ કરતાં કાકરાપાર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.વી. તડવીએ તા. 23/11/19ના રોજ એટ્રોસીટી એક્ટનો ગુનો દાખલ કર્યો હતો. આ ગુનાની વધુ તપાસ તાપી જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી SC/ST સેલ જી.તાપી કરી રહ્યાં છે.