વ્યારા ખાતે ‘RTI Act: 2005’ અંગે અધિકારી/કર્મચારીઓની તાલીમ શિબીર યોજાઇ:

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૧૩ : તાપી જિલ્લામાં વ્યારા ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણીના ઉપલક્ષમાં સ્પીપા સુરત દ્વારા ‘RTI Act: 2005’ અન્વયે થતી કામગીરી અંગે નગરપાલિકાના હોલ ખાતે તાલીમ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં મુખ્ય વક્તા તરીકે ડૉ.હિર્નેશ ભાવસારે ઉપસ્થિત રહી “ Gandhian Principals relevance in Current era “ વિષયના ઉપર વક્તવ્ય આપ્યું હતું.
ત્યારબાદ માહિતી અધિકાર અધિનિયમન-૨૦૦૫નું મહત્વ, તેની ભૂમિકા, બંધારણની કલમ ૧૯, ૨૧ અંગેની જોગવાઇઓ, RTIની પ્રક્રિયા, નિયમો, રેકર્ડ મેનેજમેન્ટનું મહત્વ, મુંઝતા પ્રશ્નો, માહિતી અધિકારીની ભૂમિકા, અપિલ અંગે જોગવાઇ, વિભાગીય સત્તા અધિકારી તથા અગત્યના ચુકાદાઓ અંગે ચર્ચા કરી કેસ સ્ટડી સાથે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે વ્યારા પ્રાંત હિતેશ જોષી, ના.જિલ્લા વિકાસ અધિકારી એસ.એ.ડોડીયા, જિલ્લા પુરવઠા અધિકારી નૈતિકા પટેલ, મામલતદાર બી.બી.ભાવસાર સહિત અમલીકરણ અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહી RTI Act: 2005’ અંગે ઉંડી સમજ કેળવી હતી.
000000000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *