સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં ધોળે દિવસે લૂંટ, બિલ્ડરની ઓફિસમાં અને બેંકમાં રોકડની લૂંટ

Contact News Publisher

(દિપા મોરે દ્વારા, સુરત) : સુરત જિલ્લા અને શહેર (Surat city)માં આજે લૂંટના બે બનાવ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં બિલ્ડરની ઓફિસમાંથી 90 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. બીજો બનાવ બારડોલી (Bardoli) ખાતે બન્યો છે. જ્યાં બેંકના કર્મચારીઓને બંધક બનાવીને ધોળા દિવસે રોકડની લૂંટ (Robbery in Bank) ચલાવવામાં આવી છે. આ બંને કેસમાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.   બેંકમાં ઘસી આવેલા 3 જેટલા લૂંટારૂઓએ તમંચા વડે 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવી 10.40 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. બેંકમાં લાગવાયેલ સીસીટીવી કેમેરામાં લૂટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.

 ધોળાદિવસે બનેલી લૂંટને પગલે ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી સીટીવીમાં જોઈ શકાય છે કે ત્રણ લૂંટારુ બેંક (Surat bank robbery)માં ધસી આવે છે. જે બાદમાં બેંકના સ્ટાફને ધમકાવવા લાગે છે. તેમના હાથમાં તમંચો પણ જોઈ શકાય છે. થોડા સમય પછી બેંકના સ્ટાફને એક રૂમમાં જવાનું કહેવામાં આવે છે. આ દરમિયાન લૂંટારું અમુક બેંકકર્મીઓ પર હાથ ઉપાડતા પણ નજરે પડે છે. જેમાં મહિલા સ્ટાફનો પણ સમાવેશ થાય છે. એક લૂંટારું મહિલાકર્મીની બોચી પકડીને તેને ધક્કો મારતો નજરે પડે છે.
બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકમાં 3 જેટલા લૂંટારૂ ઘસી આવ્યા હતા. જે પૈકી બે લૂંટારૂ પાસે તમંચા હતા. તમંચાની અણીએ બેંકના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. સીસીટીવી ચેક કરતા લૂંટારૂઓ 15 જ મિનિટમાં લૂટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *