વ્યારા તાલુકાના રાણીઆંબા જુથ ગ્રામ પંચાયત તેમજ ઝાંખરી જુથ ગ્રામ પંચાયતમા સમાવિષ્ટ ગામની જંગલ જમીન મુદ્દે સત્ય હકિકતથી વહિવટી તંત્ર વાકેફ કરાયા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આજ રોજ તા.૧૨/૧૦/૨૦૨૧ દિને તાપી જિલ્લા કલેક્ટરશ્રીને વ્યારા તાલુકાના રાણીઆંબા જુથ ગ્રામ પંચાયત તેમજ ઝાંખરી જુથ ગ્રામ પંચાયતમા સમાવિષ્ટ ગામોના ગ્રામ જનો, આગેવાનો, વડીલો દ્વારા આવેદન પત્ર આપવા મા આવ્યું. જેમાં મોજે ગામ ઢોંગીઆંબા ,તા વ્યારા જિલ્લો -તાપી ના જંગલ જમીન કંપાર્ટમેન્ટ નં.૨૮૪ વાળી જમીન વિશે ખોટી અને અધુરી માહિતી આપવા મા આવી છે જેની સત્ય હકીકત આ મુજબ છે આ કંપાર્ટમેન્ટ ના પસ્ચિમ દિશા તરફ આદિવાસી સમાજ નું વરસો જુનુ સમશાન ભૂમિ આવેલ છે તેમજ આજ કંપાર્ટમેન્ટ મા રસ્તા ની પુર્વો દિશા તરફ ઘણે દૂર દર્ગાહનું પણ જુનુ કબરસ્તાન આવેલ છે, ગ્રામ પંચાયત રાણીઆંબા દ્વારા ઠરાવ કરી જુનુ કબરસ્તાન હોવાનું જણાવેલ છે હવે આ બન્ને કબરસ્તાનમા જંગલ કે જંગલ જમીન ને નુકસાન કરી કોઈ કબર કરવા મા આવેલ નથી હમો ખાતરી પુરવક જણાવીયે છીએ કે હમો સાથે વરસો થી હળી મળી ને એક આદિવાસી તથા મુસ્લિમ પરીવાર રહે છે . એમણે કોઈ કબર ખોદી જંગલ તથા જંગલ જમીનને નુકસાન કરેલ નથી આદિવાસી સમાજ તથા દર્ગાહના શ્મશાન ભુમિ વિશે અધૂરી માહીતિ તેમજ જાહેર જનતા તથા વહીવટી તંત્રો ને ગેરમારગે દોરી આદિવાસી વિસ્તારમા વાતાવરણ ડોહળવાનું કામ કરવામા આવેલ છે તે બાબતની સત્ય હકીકત આજ રોજ ગ્રામ સભા ના ઠરાવ સાથે તાપી જિલ્લા કલેક્ટર શ્રી ને ગ્રામ જનો દ્વારા રજુઆત કરવામા આવી .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *